આ કંપની લોન્ચ કરશે ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સબાઇક, જાણો ફીચર્સ
કંપનીના બેંગલુરુ, નવી દિલ્હી અને મુંબઈમાં આવેલા એક્સપિરિયન્સ સેન્ટર્સમાં 2019ની શરૂઆતથી વેચાણ અર્થે મુકવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાઈક માત્ર ઓનલાઇન બુકિંગ કરાવીને જ ખરીદી શકાશે. સ્પોર્ટબાઇકની કંપની એકસ-શો રૂમમાં 5-6 લાખ રૂપિયા વચ્ચે રહશે.
એકવાર બેટરી ચાર્જ કર્યા બાદ 200 કિમી સુધી ફરી શકાશે. જ્યારે હાઇવે પર રોડની સ્થિતિ અને રાઇડિંગ સ્ટાઇલ પર તે નિર્ભર રહેશે.
આ સ્પોર્ટબાઇકની ટોપ સ્પીડ 200 kmph છે. 0-100 kmph સ્પીડ પકડતાં બાઇકને માત્ર 3 સેકન્ડ જ લાગે છે.
બાઇકમાં લિક્વિડ કૂલ્ડ એસી ઈન્ડક્શન મોટર આપવામાં આવી છે. જે 67 બીએચપીનો પાવર અને 84 એનએમ ટોર્ક જનરેટ કરશે. જેમાં સેમસંગની લીથિયમ આયન બેટરી લાગેલી હશે.
બેંગલુરુ સ્થિતિ ટેક સ્ટાર્ટઅપ Emflux Motors ભારતનું પ્રથમ ઈલેક્ટ્રિક સ્પોર્ટબોઈક ઓટો એક્સપો 2018માં લોન્ચ કરશે. કંપની Emflux Model 1 નામથી બાઇક લોન્ચ કરશે. જે 600-650 સીસી સેગમેન્ટમાં અન્ય કંપનીઓ સાથે મુકાબલો કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -