સરકારે જ્વેલર્સને આપી મોટી રાહત, હવે 50 હજાર રૂપિયાથી વધુ કેશ ખરીદી પર PAN જરૂરી નહીં
આ ઉપરાંત જેમ્સ-જ્વેલરીનો વ્યાપાર કરતી પેઢી કે કંપની કે જેનું ટર્નઓવર વાર્ષિક બે કરોડ રૂપિયાથી વધારે હોય તેમના પર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી નહીં થાય. સરકારે ગત ઓગસ્ટમાં આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેને કારણે સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે જેમ્સ અને જ્વેલરી અંગે જીએસટીનું નોટિફિકેશન પાછું ખેંચી લીધું છે. તેનું અલગ નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પડશે. સરકારે જાહેર કર્યું છે કે હવે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા પર પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગત રજૂ કરવી જરૂરી નથી. હવે બે લાખ રૂપિયાથી વધુની જ્વેલરીની ખરીદી પર જ તેની જરૂર પડશે.
નવી દિલ્હીઃ સરકારે દિવાળી અને ધનતેરસ પહેલા જ્વેલર્સને મોટી રાહત આપી છે. હવે જ્વેલર્સે 50 હજાર રૂપિયાથી વધારેની ખરીદી પર ગ્રાહકો પાસેથી પેન કાર્ડ લેવાની જરૂરત નહીં રહે. જીએસટી કાઉન્સીલની 22મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 50 હજાર રૂપિયાની મર્યાદા હવે વધારીને 2 લાખ કરવામાં આવી છે. એટલે કે જો હવે તમે 2 લાખ રૂપિયાથી વધારેની સોનાની ખરીદી કરો છો તો તમારે પેન કાર્ડ આપવું પડશે. આ પહેલા સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએસએલએ) અંતર્ગત 50 હજારથી વધારેની ખરીદી પર પેન કાર્ડ ફરજિયાત કર્યું હતું. જેમાં સરકારે હવે છૂટ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -