ભારતના ટોચના 100 ધનાઢ્યોમાં ગુજરાતીઓનો દબદબો, ફોર્બ્સની યાદીમાં કેટલા છે ગુજરાતીઓ, જાણો
નવી દિલ્હીઃ ફોર્બ્સ મેગેઝીને 2017ની 100 સૌથી અમીર ભારતીયોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. તેમ અંદાજે 38 બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ યાદીમા બીજા નંબર પર વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી છે, જ્યારે ત્રીજા સ્થાન પર હિન્દુજા બ્રધર્સને મળ્યું ચે. અઝીમ પ્રેમજી અંદાજે 19 બિલિયન ડોલર છે, જ્યરે હિન્દુજા બ્રધર્સ 18.4 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી 100 ધનવાનોની યાદીમાં ફરી ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો છે. યાદીમાં સામેલ 24 જેટલા લોકો એવા છે જે મૂળ ગુજરાતના અથવા તો ગુજરાત સાથે સંબધ ધરાવે છે. ઉપરાંત નિરમાના કરશનભાઈ પટેલ અને ગૌતમ અદાણી જેવા ગુજરાતીમાં ચાલુ વર્ષે ધરખમ વધારો જોવા મળ્યો છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો કોણ છે એ 24 ધનાઢ્ય જે ગુજરાત સાથે સંબંધ ધરાવે છે અને તેમની પાસે કેટલી છે સંપત્તિ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહસમુખ ચુડગર (ઇન્ટાસ ફાર્મા) - 19 હજાર કરોડ રૂપિયા
સતિષ મહેતા (એમક્યોર ફાર્મા) - 10 હજાર કરોડ રૂપિયા
રાજુ શ્રોફ (યુપીએલ) - 11 હજાર કરોડ રૂપિયા
નિરવ મોદી (ફાયરસ્ટાર ડાયમંડ) - 11 હજાર કરોડ રૂપિયા
કિરણ મઝુમદાર શો (બાયોકોન લિમિટેડ) - 14 હજાર કરોડ રૂપિયા
વિજય ચૌહાણ અને પરિવાર (પારલે પ્રોડક્ટ) - 16 હજાર કરોડ રૂપિયા
રાજેશ મહેતા (રાજેશ એક્સપોર્ટ્સ) - 19 હજાર કરોડ રૂપિયા
અભય વકીલ (એશિયન પેઈન્ટ્સ) - 17 હજાર કરોડ રૂપિયા
અશ્વિન ચોકસી (એશિયન પેઈન્ટ્સ) - 19 હજાર કરોડ રૂપિયા
અનિલ અંબાણી (એડીએજી ગ્રુપ) - 20 હજાર કરોડ રૂપિયા
સુધીર/સમીર મહેતા (ટોરેન્ટ ગ્રુપ) - 24 હજાર કરોડ રૂપિયા
અશ્વિન દાણી (એશિયન પેઈન્ટ્સ) - 22 હજાર કરોડ રૂપિયા
કરસનભાઈ પટેલ (નિરમા ગ્રુપ) - 23 હજાર કરોડ રૂપિયા
હર્ષ મરીવાલા (મેરિકો લિમિટેડ) - 27 હજાર કરોડ રૂપિયા
મધુકર પારેખ (પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ) - 30 હજાર કરોડ રૂપિયા
પંકજ પટેલ (કેડિલા હેલ્થકેર) - 38 હજાર કરોડ રૂપિયા
સાયરસ પુનાવાલા (પુનાવાલા ગ્રુપ) - 57 હજાર કરોડ રૂપિયા
ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેંક) - 68 હજાર કરોડ રૂપિયા
ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ) - 71 હજાર કરોડ રૂપિયા
દિલીપ સંઘવી (સન ફાર્મા) - 78 હજાર કરોડ રૂપિયા
ગોદરેજ પરિવાર (રીયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ગુડ્સ) - 92 હજાર કરોડ રૂપિયા
પલ્લોનજી મિસ્ત્રી (શાપુરજી પલ્લોનજી ગ્રુપ) - 1.04 લાખ કરોડ રૂપિયા
અઝીમ પ્રેમજી (વિપ્રો લિમિટેડ) - 1.23 લાખ કરોડ રૂપિયા
મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) - 2.47 લાખ કરોડ રૂપિયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -