સરકારે GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી
GSTના નવા દર
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGSTના નવા દર
GSTના નવા દર
રેસ્ટોરાં પર લાગતા GST ચાર્જ અંગે ફેરવિચારણા કરવા અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ કરનારાઓને કંપોઝિશન યોજનામાં આવરી લેવા માટે સરકારે એક ખાસ કમિટીનું નિર્માણ કર્યું છે.
વૈશ્વિક મંદીને કારણે હેરાન થયેલા એક્સપોર્ટર્સે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ભરેલા ટેક્સ 18 ઓક્ટોબર સુધી પરત કરી દેવામાં આવશે. ચાલુ નાણાંકીય વર્ષના બાકી રહેલા ગાળામાં તે 0.1 ટકા GST ભરનારી શ્રેણીમાં કામ કરશે. 1 એપ્રિલથી એક્સપોર્ટર્સ માટે ઈ-વોલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
GST કાઉન્સિલે કમ્પોઝિશન યોજના અપનાવનારી કંપનીઓ માટે કારોબારની સીમા 75 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરી નાંખી છે. આ યોજના અંતર્ગત SMEને વધારે ઔપચારિકતાઓમાંથી પસાર થવું નથી પડતું અને તેમને ટેક્સ ભરવામાં 1થી 5 ટકા સુધીની સુવિધા આપવામાં આવી છે.
GST કાઉન્સિલે નાના તથા મધ્યમ ઉદ્યોગોને ટેક્સ ભરવા અને રિટર્ન ફાઈલ કરવા બાબતે મોટી રાહત આપી છે. વર્ષે 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ હવે દર મહિનાને બદલે ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવું પડશે. GSTમાં રજિસ્ટર થયેલી કંપનીઓમાંથી 90 ટકા કંપની 1.5 કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ છે. તેમાંથી સરકારને ટેક્સની માત્ર 5થી 6 ટકા આવક જ થાય છે.
ડીઝલ એન્જિનના સ્પેરપાર્ટ્સ પર લાગતો GST 28 ટકાથી ઘટાડી 18 ટકા કરી દેવામાં આવ્યો છે. પંપના પાર્ટ્સ પણ સસ્તા થશે.
ઈ-કચરા પર પણ સરકારે ટેક્સ ઘટાડી દીધો છે. ઈ કચરા, પ્લાસ્ટિક અને રબર કચરા પર GST ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.
જો તમે ઘર બનાવડાવતા હોવ તો તમને સરકારની આ જાહેરાત પછી ખાસ્સો ફાયદો થશે. સંગેમરર અને ગ્રેનાઈટને બાદ કરતા ફ્લોરિંગના બાકી બધા જ પથ્થર પર ટેક્સ ઘટાડીને 18 ટકા કરી નાંખવામાં આવ્યો છે.
આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ સસ્તી થશે. તેના પર 12 ટકાને બદલે 5 ટકા ટેક્સ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જરીકામ અને આર્ટિફિશિયલ જ્વેલરી પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં કપડા પણ સસ્તા થશે. કપડામાં વપરાતા કૃત્રિમ રેસા પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન પર પણ ટેક્સમાં આટલો જ ઘટાડો કરવામાં આવ્યો છે.
ચાઈલ્ડ પેકેજ્ડ ફૂડ અને સ્ટેશનરીના સામાન પર પણ હવે પહેલા કરતા ઓછો ટેક્સ લાગશે. હવે 12 ટકા નાબદલે 5 ટકા ટેક્સ લાગશે.
રોટલી, ખાખરા, અનબ્રાન્ડેડ નમકીન વગેરે પર 12 ટકા ટેક્સ લાગતો હતો જે હવે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.
જીએસટી કાઉન્સિલે પોતાની 22મી બેઠકમાં નાના વેપારીઓ અને નિકાસકારોને મોટી રાહત આપી છે. સાથે જ અનેક વસ્તુ પર ટેક્સ સ્લેબમાં ઘટાડો કર્યો છે. ટેક્સ સ્લેબમાં ઘટાડાથી વસ્તુઓ સસ્તી થશે અને સામાન્ય વ્યક્તિને મોંઘવારીમાં રાહત મળશે. જાણો 22મી બેઠક બાદ શું શસ્તું થયું......
- - - - - - - - - Advertisement - - - - - - - - -