કેન્દ્રના GST સ્ટ્રક્ચરથી લોકો વળી જશે બેવડઃ જાણો શું થશે મોંઘું, શું થશે સસ્તું? લોકોનાં બજેટ કઈ રીતે ખોરવાશે?
ગેસની સગડી, જંતુનાશક પર 25 ટકા ટેક્સ છે જે વધીને 26 ટકા થઇ શકે છે. જેનાથી તેમના ભાવ વધશે. ટીવી,એસી, વોશિંગ મશીન સસ્તા, ઇનવર્ટર, ફ્રિજ, પંખા અ્ને પરફ્યૂમ, શેવિંગ ક્રીમ વગેરે સસ્તા થઇ જશે.
15-21 ટકા ટેક્સ વાળી પ્રોડક્ટ પર નવા દરનો પ્રસ્તાવ છે. રેલવે, રેસ્ટોરાં અને મોબાઇલ બિલ પર લાગતા સર્વિસ ટેકસમાં પણ જીએસટી વધી જશે. જીએસટી બાદ બધા પર હાલ કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. ગેસની સગડી. ગેસ બર્નર મોંઘા થશે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સસ્તા થશે.
બ્રાન્ડેડ ચોકલેટ, ચ્યુઇંગ ગમ, બિસ્કિટ, વિનેગર, એડિસિવ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ પર હાલ 14% ટેક્સ લાગે છે. હવે તેમના પર 12% ટેક્સ લાગશે.
આવશ્યકઅને રસોઇમાં વપરાતી વસ્તુઓ શ્રેણીમાં રહેશે. હાલ હળદર, જીરા પર 3%, ચિકન, કોપરેલ પર 4%, સોસ, સામાન્ય ટોફી, રિફાઇન્ડ ઓઇલ, સરસીયું, સિંગતેલ, ધાણા, કાળા મરી, તેલીબિયાં પર 5% ટેક્સ લાગે છે, જે હવે 6% થઇ જશે.
સોના પર 4% લેવીનો પ્રસ્તાવ છે જ્યારે શિક્ષણ અને હેલ્થ સેક્ટરને લેવીથી બાકાત રખાશે. પાન મસાલા, તમાકુ, લક્ઝરી કાર્સ અને મોંઘી ઘડિયાળો પર પણ લેવી લદાશે. પ્રદૂષણ ફેલાવતા ઉત્પાદનો પર સેસ લાગી શકે છે.
કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી અને રાજ્યોના નાણા મંત્રીઓની જીએસટી કાઉન્સિલ ટેક્સ રેટ અંગે આવતા મહિને નિર્ણય કરશે. જેટલીએ કહ્યું કે જીએસટી હેઠળ 4 સ્તરીય કર માળખું રીતે ડિઝાઇન કરાયું છે કે મહેસૂલી નુકસાન થાય કે આમ આદમીની કર ચૂકવણીમાં મોટો વધારો પણ થાય. જીએસટીમાં વિવિધ વસ્તુઓને તેમના નજીકના દરની શ્રેણીમાં રખાશે.
નવી દિલ્હીઃ જીએસટીના પ્રસ્તાવિત ચાર સ્તરીય રેટ સ્ટ્રક્ચરને કારણે સામાન્ય વ્યક્તને અસર થઈ શકે છે. તેમાં સૌથી ઓછો રેટ 6% જ્યારે સૌથી વધુ રેટ 26% છે. 12 અને 18%ના બે સ્ટાન્ડર્ડ રેટ પણ રખાયા છે. આ કર માળખું અમલમાં આવવાથી આમ આદમીના રસોડામાં વપરાતી ખાદ્ય તેલ, મરી મસાલા જેવી વસ્તુઓ મોંઘી થશે જ્યારે પરફ્યૂમ, ટીવી, એસી, ફ્રિઝ જેવી લક્ઝરી ચીજો સસ્તી થશે.