આ બેંકે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી એપ, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની અગ્રણી એચડીએફસી બેંકે તાજેતરમાં જ લોન્ચ કરેલી મોબાઇલ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી હટાવી દીધી છે. નવી એપ આવ્યા બાદ અનેક યૂઝર્સ એકાઉન્ટમાં લોગ ઇન કરી શકતા નહોતા. થોડા સમય પહેલા જ બેંકને કંપની ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકે આ સમસ્યાનો સ્વીકાર કરીને ટ્વિટર પર ગ્રાહકોની માફી માંગી હતી. હાલ એપને એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. નવી એપ ક્યારથી પ્લે સ્ટોરમાં આવશે તે અંગે બેંક તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી.
થોડા દિવસો પહેલા બેંકે નેકસ્ટ જનરેશન મોબાઇલ બેંકિંગ એપને નવા ઇન્ટરફેસની સાથે રજૂ કરી હતી. પરંતુ લોન્ચ બાદ એપ ઠપ થઈ ગઈ હતી. એપ ઓપન કરતી વખતે યૂઝર્સને એક મેસેજ જોવા મળતો હતો. જેમાં ‘માફ કરો, અમારા સર્વર પર વધારે ટ્રાફિક છે. મહેરબાની કરી થોડીવાર પછી કોશિશ કરો’ તેવો મેસેજ જોવા મળતો હતો.
HDFC બેંકે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -