HDFCએ હોમ લોનના વ્યાજ દર 0.45 ટકા ઘટાડ્યા, જાણો હવે કેટલા ટકા ચૂકવવું પડશે વ્યાજ
સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની અનેક બેંકોએ પોતાના બેન્ચમાર્ક રેટ્સમાં 1.48 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ, કાર અને કોર્પોરેટ લોન સસ્તી થશે. નોટબંધીથી બેંકોની જમા રકમમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તેના કારણે લોન પ્રોવાઈડર્સે આવા નિર્ણય લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના બેન્ચમાર્ક લોન રેટમાં 0.9 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષ માટે એમસીએલઆર 0.75 ટકા ઘટાડીને 8.5 ટકા કર્યો છે. એક દિવસના એમસીએલઆરને 0.9 ટકા ઘટાડીને 8.1 ટકા કર્યો છે. નવો દર 7 જાન્યુઆરીથી લાગુ થશે.
મહિલાઓને 0.05 ટકાની છૂટ મળશે. હાલ સુધી એચડીએફસીનો બેન્ચમાર્ક લોન રેટ 9.1 ટકા હતો. નવો દર આજથી લાગુ થઈ ગયો છે. એચડીએફસીના મેનેજિંડ ડાયરેક્ટર રેણુ સૂદ કર્નાડે કહ્યું કે, વિતેલા કેટલાક મહિના દરમિયાન એમસીએલઆરમાં ઘટાડો આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને એચડીએફસીએ તેનો લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈઃ દેશની મોટી બેંકોની જેમ જ સૌથી મોટી મોર્ગેજ લોન પ્રોવાઈડર એચડીએફસીએ પોતાના હોમ લોન રેટ્સમાં 0.45 ટકાનો ઘટાડો કર્યો છે. એચડીએફસીએ નિવેદનમાં કહ્યું કે, હવે 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 8.7 ટકા વાર્ષિક વ્યાજ લાગશે. જ્યારે તેનાથી વધારેની લોન પર 8.75 ટકા વ્યાજ લાગશે. આ પહેલા સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ સહિત અનેક બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -