દેશના 24 સૌથી મોટા આઈટી ડિફોલ્ટર્સમાં 8 ગુજરાતના, જાણો વિગતે
સાતમું નામ વડોદરાની રિદ્ધિ ઇન્વે. એન્ડ પ્રોપર્ટીઝ પ્રા. લિ.નું છે જેના પર 10.32 કરોડ રૂપિયાનો બાકી છે. જ્યારે આઠમું નામ વલસાડની જે.એન. સ્ટીલનું છે જેના પર 8.05 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંચમું નામ અમદાવાદની સનસ્ટાર સોફ્ટવેર સિસ્ટમ લિ.નું છે જેના પર 11.92 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. છઠ્ઠું નામ અમદાવાદની એસવાયપી એગ્રો ફૂડ્સ પ્રા.લિ.નું છે જેના પર 11.22 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે.
ત્રીજું નામ અમદાવાદની શ્રીરામ ટ્યૂબ્સ પ્રા.લિ.નું છે જેના પર 27.38 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. ચોથું નામ અમદાવાદની ટ્રિપેક્ષ ઓવરસિસઝ લિ.નું છે જેના પર 22.64 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે.
ગુજરાતના આઠ ડિફોલ્ટર્સમાં સૌથી પહેલું નામ સુકન કન્સ્ટ્રક્શનનું નામ છે જેના પર 32.71 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. જ્યારે બીજું નામ અમદાવાદની સૌમ્ય જ્વેલર્સ પ્રા. લિ.નું આવે છે જેના પર 29.90 કરોડ રૂપિયાનો આવકવેરો બાકી છે.
ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર આશા અગ્રવાલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતના જે આઠ સૌથી મોટા ટેક્સ ડિફોલ્ટર્સ છે તેમાં અમદાવાદના સુકન કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. આગળ વાંચો ગુજરાતના સૌથી મોટા આઠ ડિફોલ્ટર્સ કોણ છે.
અમદાવાદઃ દેશભરમાં લોન લઈને ન ચૂકવનારાની યાદી દિવસેને દિવસે વધતી જઈ રહી છે ત્યારે હવે આવકવેરો ન ભનારાઓની યાદી પણ લાંબી થઈ રહી છે. હાલમાં દેશમાં 24 સૌથી મોટા ટેક્સ ડિફોલ્ટર્સની યાદી આવકવેરા વિભાગે બહાર પાડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ 24માં 8 તો માત્ર ગુજરાતના છે. એટલે કે ત્રીજા ભાગના ડિફોલ્ટર્સ ગુજરાતના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -