હોન્ડા એક્ટિવા 125ને ટક્કર આપવા હીરો મોટોકોર્પ ઉતારશે આ બે મોડલ્સ
સસ્પેન્શન માટે ટેલિસ્કોપિક ફ્રન્ટ ફૉર્ક્સ અને રિયરમાં મોનોશૉક યુનિટ હશે. ટેલિસ્કોપિક ફૉર્ક્સ સ્કૂટર્સને ખરાબ રસ્તા પર સારું પર્ફોર્મ કરવામાં મદદ મળશે. આ ફીચર ભારતમાં આવનારાં તમામ ઑટોમેટિક સ્કૂટર્સમાં આગામી દિવસોમાં જોઈ શકાય છે. હીરો મેસ્ટ્રો 125ની કિંમત 53,000 રૂપિયા અને ડ્યૂટ 125 સ્કૂટરની કિંમત 49,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાન્ડર્ડ ફીચર તરીકે તેમાં કૉમ્બી બ્રેકિંગ સિસ્ટમ હશે અને એક ડિસ્ક બ્રેકની ઑપ્શન ઑફર પણ મળશે. ડાયમંડ કટ ધરાવતાં વ્હિલ્ઝ એક્સટર્નલ ફ્યૂઅલ ફિલ કેપ, રિમોટનું ઓપનિંગ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ વગેરે ફીચર્સ પણ તેમાં આપવામાં આવશે.
મીડિયો રિપોર્ટ્સ મુજબ, હીરો ડ્યૂટ 125 અને મેસ્ટ્રો 125 સ્કૂટર્સમાં કંપનીની i3S ટેક્નિક હશે. આ ટેક્નિકની મદદથી સ્કૂટર જ્યારે ઉપયોગમાં ન લેવાનું ન હોય ત્યારે જાતે જ બંધ થઈ જાય છે. આ ફીચર હોન્ડા એક્ટિવા 125માં આપવામાં આવ્યું નથી.
આ બંને સ્કૂટર્સમાં 125 સીસી, 4 સ્ટ્રોક એન્જિન હશે. આ એન્જિન 8.7 બીએચપીનો પીક પાવર અને 10.2 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે તેમાં સીવીટી યુનિટ આપવામાં આવ્યું છે. બંને સ્કૂટર્સની હરીફાઈ હોન્ડા એક્ટિવા 125 અને સુઝુકી એક્સેસ 125 સાથે છે.
નવી દિલ્હીઃ સ્કૂટર સેગમેન્ટમાં હાલમાં હોન્ડા એક્ટિવા ખૂબ જ પોપ્યુલર છે. 110 સીસી અને 125 સીસી સેગમેન્ટમાં કંપની પોતાની પકડ જાળવી રાખી છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે હીરો મોટોકોર્પ ઓટોમેટિક સ્કૂટર સેગમેન્ટમાં નવા મોડલ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કંપની ડ્યૂટ 125 અને માઈસ્ટ્રો 125 સ્કૂટર્સ ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -