હોન્ડાની નવી કારે કર્યો કમાલ, લોન્ચના એક મહિનામાં જ વેચાયા 10 હજાર યુનિટ્સ, આ કાર્સને આપી રહી છે ટક્કર
સેડાન કારમાં નવી ગ્રિલ, નવો હેટલેમ્પ ક્લસ્ટર આપવામાં આવી છે. તેની ડિઝાઈન હોન્ડા અકોર્ડ કાર સાથે મળતી આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કારમાં ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, પેસિવ કી-લેસ એન્ટ્રી, પુશ બટન એન્જીન સ્ટાર્ટ-સ્ટોપ, રિયર પાર્કિંગ સેન્સર અને રિયરવ્યૂ કેમેરા સિસ્ટમ છે.
આ કાર માર્કેટમાં Dzire, new Xcent, Tata Zest, Tata Tigor કારને ટક્કર આપી રહી છે.
હોન્ડા અમેઝને બ્રિયો અને બીઆર-વી વાળા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ કારના ડીઝલ વેરિએન્ટમાં સીવીટી ગિયરબોક્સ છે. નવી અમેઝમાં ડ્યૂલ એરબેગ, એબીએસ, ઈબીડી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ હોન્ડાએ ગત મહિને નવી અમેઝને ભારતમાં લોન્ચ કરી હતી. આ ન્યૂ જનરેશન મોડલે માર્કેટમાં આવતાં જ ધમાલ મચાવી દીધી છે. એક મહિનાના ગાળામાં આ કારના આશરે 10 હજાર યુનિટ્સ વેચાયા છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 5.59 લાખ રૂપિયા(એક્સ-શો રૂમ) રાખી છે.
2018 Honda Amazeને ચાર વેરિયન્ટ E, S, V અને VXમાં રજૂ કરવામાં આવી છે. જે પેટ્રોલ અને ડીઝલ બંને માટે કોમન છે. આ નવી કારમાં ફોર સિલિન્ડર 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 90psનો પાવર અને 110Nmનો ટોર્ક જનરેટ કરે છે. 1.5 લીટર ડીઝલ એન્જિન 100 PS પાવર અને 200Nmનો ટોર્ક જનરેટ કરે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -