Honda એ લોન્ચ કર્યું નવું સ્કૂટર, જાણી કિંમત અને ફીચર્સ
હોન્ડા ડિયો યંગસ્ટર્સની વચ્ચે ખૂબ જ પોપ્યુલર સ્કૂટર છે. હવે તે વધુ પ્રીમિયમ થઈ ગયું છે અને તેનાથી તેનો લુક વધારે આકર્ષક લાગશે. ભારતમાં આ સ્કૂટરની સ્પર્ધા યામાહાના રે જેઆર, હીરો માઈસ્ટ્રો એજ, સુઝુકી લેટ્સ અને ટીવીએસ વીગો સ્કૂટર્સ સાથે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેકેનિકલી જોઈએ તો સ્કૂટરના આ નવા ડીલક્સ વેરિયન્ટમાં સ્ટાન્ડર્ડ ડિયો મોડલની તુલનામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં એક્ટિવા 5જી સ્કૂટરવાળા 110સીસી, એર કોલ્ડ મોટર આપવામાં આવી છે. આ એન્જિન વધુમાં વધુ 7.8hpનો પાવર અને 8.9Nm નો ટોર્ક જનરેટ કરવામાં મદદ કરે છે. બન્ને વ્હીલમાં 130 એમએમના ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે જે સીબીએસ એટલે કે કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમથી સજ્જ છે.
એટલું જ નહીં, ડિયો સ્કૂટરમાં પ્રથમ વખત સીટની નીટે મોબાઈલ ચાર્જિંગનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. નવા મોડલની સ્ટાઈલ બેસ વેરિયન્ટ જેવા જ છે પરંતુ ડીલક્સમાં ગોલ્ડ ફિનિશ્ટ રિમ્જ છે અને આ સ્કૂટર બે નવા મેટ શેડ્સ, માર્શલ ગ્રીન મેટેલિક એક્સિસ ગ્રે મેટેલિકમાં મળશે.
હવે આ સ્ટૂરમાં એલઈડી હેડલાઈટ, ઓલ ડિજિટલ કન્સોલ આપવામાં આવ્યા છે. ડિયો રેન્જના સ્કૂટરમાં આ ફીચર્સ પ્રથમ વખત આપવામાં આવ્યા છે. હોન્ડા ડિયો ડિલક્સમાં ફોર ઇન વન ઇગ્નિશન પણ આપવામાં આવ્યા છે જે હોન્ડા ગ્રાસિયા સ્કૂટરમાં પણ છે. તેની સાથે જ તેમાં સીટ ખોલવા માટે અલગથી સ્વિચ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ હન્ડાએ ડિયો સ્કૂટરનું નવું ડીલક્સ વેરિયન્ટ ભારતમાં લોન્ચ કર્યું ચે. તેની નવી દિલ્હી એક્સ શોરૂમ કિંમત 53292 રૂપિયા રાખવામાં આવી છે. હોન્ડા ડિયો ડીલક્સ બેસ વેરિયન્ટથી 3000 રૂપિયા મોંઘું છે અને અને આ લાઈન અપમાં હવે ટોપ પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -