રાજસ્થાનના આ ગામમાં આવેલી ઈશા અંબાણી સાસરી, અંદરથી આવી લાગે છે ભવ્ય હવેલી
ઝુંઝુનુંમાં સાગરમલ લાડિયા, રામદેવ ચૌખાણી તથા રામનાથ ગોયેનકાની હવેલી, ઝુંઝુનુંમાં શેઠ લાલચંદ ગોએનકા, મુકુન્દગઢમાં શેઠ રાધાકૃષ્ણ અને કેસર દેવ કનોડિયાની હવેલીઓ, ચિડાવા અને બાગડિયાની હવેલી, ડાલમિયાની હવેલી, મહસનરની સોના-ચાંદીની હવેલી, શ્રીમાધોપુરમાં પંસારીની હવેલી, લક્ષ્મણગઢ કેડિયા અને રાઠીની હવેલી પ્રસિદ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝુંઝુનુંમાં ટીબડેવાલાની હવેલી તથા ઇસરદાસ મોદીની હવેલી પોતાના શિલ્પ વૈભવના લીધે અલગ જ છબી ધરાવે છે.
પરંતુ ભાષા-બોલી, રહન-સહન, વેશભૂષા અને સામાજિક સાંસ્કૃતિક પદ્ધતિમાં એકરૂપતા હોવાના લીધે ઝુંઝુનુ અને ચુરૂ જિલ્લા પણ શેખાવટીનો હિસ્સો મનાવા લાગ્યો. ઈતિહાસકાર સૂરજન સિંહ શેખાવતના પુસ્તક ‘નવલગઢના સંક્ષિપ્ત ઇતિબાસ’ની ભૂમિકામાં લખાયું છે કે રાજપૂત રાવ શેખાએ 1433થી 1488 સુધી અહીં શાસન કર્યું.
ઈતિહાસના જાણાકારો મતે 15મી શતાબ્દી (1443)થી 18મી શતાબ્દીના મધ્ય એટલે કે 1750 સુધી આ વિસ્તારમાં શેખાવત રાજપૂતોનું આધિપત્ય હતું. ત્યારે તેમનું સામ્રાજ્ય સીકરવાટી અને ઝુંઝનુવાટી સુધી હતું. શેખાવત રાજપૂતોના આધિપત્યવાળા વિસ્તાર શેખાવાટી કહેવાયા.
રાજસ્થાનમાં મોટા-મોટા શેહ શાહુકારો અને ધનિક વ્યક્તિઓએ પોતાના નિવાસ માટે વિશાળ હવેલીઓનું નિર્માણ કરાવ્યું હતું. હવેલીઓ ખૂબ ભવ્ય, વાસ્તુ-કલાની દ્રષ્ટિથી ભિન્નતા માટે હોય છે અને કલાત્મક હોય છે. ઝુંઝુનુંના કસ્બાઓમાં મોટી વિશાળ હવેલીઓ આજે પણ પોતાની વાસ્તુ-કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડે છે. રાજસ્થાનની હવેલીઓ પોતાના ઝરૂખાઓની બારાકાઈ અને નકશી તેમજ ચિત્રો માટે પ્રસિદ્ધ છે.
બગડ કસબામાં આજે પણ પિરામલ ગ્રૂપના પૂર્વજોની હવેલી છે. અહીંની હવેલીઓ ખૂબ જ ફેમસ છે. પરંતુ પિરામલ હવેલીની વાત જ કંઈક અલગ છે. અંદરની વસ્તુ-કલા ખૂબ ભવ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે, આ હવેલીને હવે હોટલમાં ફેરવી શકે છે. તેમાં ટુરિસ્ટ આવીને રહી શકે છે. આ પૂર્વજોની હવેલી આજે પણ પિરામલ ગ્રૂપની પાસે જ છે.
અંબાણી અને પિરાલમ પરિવારની દોસ્તી ચાર દાયદા જૂની છે. જોકે હવે સંબંધો બદલાવા જઈ રહ્યાં છે. 67,000 કરોડથી વધુના પિરામલ બિઝનેસ એમ્પાયરની શરૂઆત 1920માં કરવામાં આવી હતી. જ્યારે પહેલાં વર્લ્ડ વોર બાદ અજય પિરામલના દાદા શેઠ પિરામલ ચતુર્ભુજ મખારિયા 50 રૂપિયા લઈને રાજસ્થાનના બગડ કસબાથી મુંબઈ પહોંચ્યા હતા.
એ પણ નક્કી છે કે તેઓ લગ્ન બાદ અહીં ચોક્કસ આવશે. કારણ કે પિરામલ પરિવારનું આ પૈતૃક ગામ છે. બગડ ભલે એક નાનકડો કસબો છે પરંતુ અહીંની હવેલીઓ દુનિયાભરમાં ફેમસ છે. ઈશા અને આનંદની સગાઈ થયા બાદ લોકોમાં એક જ ચર્ચા છે.
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલની સાથે નક્કી કરવામાં આવ્યા છે. આનંદ પિરામલ, પિરામલ ગ્રૂપના સંસ્થાપક શેઠ પિરામલના પ્રપૌત્ર અને અજય પિરામલના પુત્ર સાથે નક્કી થયા છે. આનંદ પિરામલ મૂળ રાજસ્થાનના ઝુંઝુનુંના બગડ કસબાના રહેવાસી છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિની પુત્રી હવે આ કસબાની વહુ બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -