હોન્ડાના આ સ્કૂટરના માત્ર 5 મહિનામાં વેચાયા 1 લાખથી વધુ યુનિટ, જાણો શું છે ખાસિયત
હોન્ડા ગ્રાજિયાનો લૂક પણ એટ્રેક્ટિવ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5.3 લીટર ફ્યૂલ ટેન્ક અને કુલ 107 કિલો વજન ધરાવતાં હોન્ડા ગ્રાજિયામાં આ ઉપરાંત નવા ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલની સાથે ડિજિટલ ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.
હોન્ડાના આ સ્કૂટરનું એન્જિન 8.52 bhpનો પાવર અને 10.54Nmનો ટોર્ક જનરેટ કરે છે. ફીચર્સ તરીકે કંપનીએ તેમાં એલોય વ્હીલ્સ,ફ્રન્ટ ડિસ્ક બ્રેકની સાથે કોમ્બો બ્રેકિંગ સિસ્ટમ, ટેલેસ્કોપિક ફન્ટ ફોકર્સ અને ડુઅલ ટોન પેન્ટ સ્કીમ આપવામાં આવ્યા છે.
હોન્ડા ગ્રાજિયા ભારતીય માર્કેટમાં લો્ન્ચ થયા બાદ 125 સીસી સેગમેન્ટમાં સૌથી વધારે વેચાતા સ્કૂટર્સ પૈકીનું એક રહ્યું છે. આ સેગમેન્ટમાં ફૂલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને એલઈડી હેડલાઇટ્સ આપવામાં આવી હોય તેવું પ્રથમ સ્કૂટર હતું.
હોન્ડા ગ્રાજિયા લોન્ચ થયાના માત્ર દોઢ મહિનામાં જ 50,000 યુનિટના વેચાણનો આંકડો પાર કરી લીધો હતો. કંપનીએ આ સ્કૂટરમાં નવી ડિઝાઇન અને ફીચર્સ સામેલ કર્યા છે. જોકે, તેમાં એક્ટિવા 125 જેવું જ એન્જિન આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ તેના 125 CC એન્જિનવાળા સ્કૂટર હોન્ડા ગ્રાજિયાને લોન્ચ કર્યાના 5 મહિનામાં જ એક લાખથી વદારે યુનિટ્સનું વેચાણ કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ ઉપલબ્ધિ તેમણે સ્કૂટર લોન્ટ કર્યાના 5 મહિનામાં જ હાંસલ કરી લીધી છે. કંપનીએ આ મોડલ ગત વર્ષે નવેમ્બરમાં લોન્ચ કર્યું હતું. તેની એક શો રૂમ દિલ્હી કિંમત 58,133 રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -