હોન્ડાએ લોન્ચ કર્યું એક્ટિવાનું 5G મોડલ, જાણો કિંમત અને નવા ફીચર્સ
ગત મહિને નોયડામાં યોજાયેલા ઓટો એક્સપોમાં કંપનીએ આ સ્કૂટર ડિસ્પ્લે કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટિવા 5Gમાં 109 સીસી, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ બીએસ 4 એન્જિન સાથે હોન્ડા ઇકો ટેક્નોલોજી આપવામાં આવી છે. જે 8 બીએચપી પાવર અને 9 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં સીવીટી યુનિટ પણ આપવામાં આવ્યું છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 83 kmph છે.
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ એક્ટિવા 5Gને ભારતમાં લોન્ચ કરી દીધું છે. કંપનીએ હોન્ડા એક્ટિવા 5Gને મોટા અપડેટ સાથે ઓટો એક્સપો 2018માં રજૂ કર્યું હતું. સ્કૂટરને બે વર્ઝન viz STD અને DLXમાં લોન્ચ કરવામાં આવ્યું છે. viz STD મોડલની કિંમત 52,460 રૂપિયા અને DLX વર્ઝનની કિંમત 54,325 રૂપિયા છે. બંને કિંમત એક્સ શો રૂમ દિલ્હીની છે.
એક્ટિવા ભારતમાં સૌથી વધુ વેચાતું સ્કૂટર છે.
આ સ્કૂટરમાં જૂના 6 કલર ઓપ્શન ઉપરાંત Dazzle Yellow Metallic અને Pearl Spartan Red આપવામાં આવ્યા છે.
એક્ટિવા 5Gનું બુકિંગ પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 2018 હોન્ડા એક્ટિવા 5Gની ડિઝાઇનમાં બદલાવ કરતા પોઝિશન લેમ્પની સાથે ઓલ એલઇડી હેડલેમ્પ તથા નવા કલર ઓપ્શન સાથે લોન્ચ કરાયું છે. આ ઉપરાંત તેની સ્ટાઇલમાં વધારે બદલાવ કરવામાં આવ્યો નથી.
સ્ટાન્ડર્ડ વર્ઝનની સરખામણીએ ડીલક્સ વર્ઝનમાં એડિશનલ ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સ્કૂટરમાં દરેક સ્થળે ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા ફ્રન્ટ હુક ને મફ્લર માટે એક્સ્ટ્રા ડ્યુરેબલ પ્રોટેક્ટર છે. તેના ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લચરમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે અને હવે તેને ડિજિટલ ડિસ્પ્લે સાથે ઉતારવામાં આવી છે. તેમાં એડિશનલ સર્વિસ ડ્યૂ ઇન્ડિકેટર અને ઇકો ઓપ્શન આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -