હોન્ડાએ નવી CR-V ભારતમાં કરી લોન્ચ, આવી છે ખાસિયત, જાણો કિંમત અને ફિચર્સ
એકસ્ટ્રા પેસેન્જર્સ માટે થર્ડ સીટિંગ રો પણ આપવામાં આવી છે. બૂટ સ્પેસ વધારવા માટે ફોલ્ડ પણ કરવામાં આવી શકે છે. ઉપરાંત નવી કારમાં બંપર, ફોગ લેમ્પ અને બંપર ગ્રિલ પણ અપડેટ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોન્ડા સીઆરવીનું ઈન્ટીરિયર.
નવી કારમાં સેફટી ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં 6 એરબેગ, ડ્રાઇવર અટેંશન મોનિટર, હોન્ડા લેનવોચ, મલ્ટી એંગલ રિયરવ્યૂ કેમરો, ABS, EBD, બ્રેક અસિસ્ટ, એઝાઇલ હેન્ડલિંગ અસિસ્ટની સાથે વ્હીકલ સ્ટેબિલિટી અસિસ્ટ છે. પેટ્રોલ 2WD એન્જિન મોડલની કિંમત 18.18 લાખ રૂપિયા (એક્સ શોરૂમ), ડીઝલ 2WD મોડલની કિંમત 30.65 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) અને ડીઝલ 4WDની કિંમત 32.75 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે.
ડીઝલ વેરિયન્ટમાં 1.6 લીટર DOHC i-DTEC ડીઝલ એન્જિન મળશે. આ એન્જિન 120bhpનો પાવર અને 300Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશ સાથે જોડવામાં આવ્યું છે. ડીઝલ એન્જિન AWD અને 2WD બંને વેરિયન્ટમાં મળશે. જેની એવરેજ ક્રમશઃ 18.3 kmpl અને 19.5 kmpl ની રહેશે.
આ ઉપરાંત ડ્રાઇવર અટેન્શન મોનિટરની સાથે 7 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટોર્ક ડિસ્ટ્રિબ્યૂશન ડિસ્પ્લે અને ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ આપવામાં આવ્યા છે.ઈન્ટીરિરમાં સેન્ટલ કન્સોલમાં ફ્રેમલેસ ટચસ્ક્રીન યૂનિટ આપવામાં આવ્યું છે.
હોન્ડાની નવી CR-Vમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ, પેનારોમિક સનરુફ, એલઈડી ડીઆરએલએસ અને હેડલેમ્પ્સ-એલઈડી ટેલ લેમ્પ આપવામાં આવી છે. સેન્ટર કંસોલમાં પિયાનો બ્લેક અને વૂડન ફિનિશિંગ સાથે સેગમેન્ટ ફર્સ્ટ ફુલ સાઇઝ ડ્રાઇવર ઇન્ફોર્મેશન ઈન્ટરફેસ અને એડવાન્સ્ડ સેફ્ટી ઇક્વિપમેન્ટ પણ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ હોન્ડાએ પાંચમી જનરેશન CR-Vને ભારતમાં લોન્ચ કરી દીધી છે. નવી CR-Vને ભારતમાં સૌથી પહેલા ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્ડિયન ઓટો એક્સપો દરમિયાન રજૂ કરવામાં આવી હતી. નવી CR-Vમાં સ્ટાઇલ ઉપરાંત ડીઝલ એન્જિનને અપડેટ કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રથમ વખત CR-Vમાં 7-સીટર લેઆઉટની સાથે ડીઝલ એન્જિનનું ઓપ્શન આપવામાં આવ્યું છે.
હોન્ડા CR-Vમાં 2.0 લીટર SOHC i-VTEC પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 154bhpનો પાવર અને 189Nmનો ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિન 2WD વેરિયન્ટમાં મળશે. જે 14.4 kmplની એવરેજ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -