હોન્ડાએ ભારતમાં લોન્ચ કરી નવી બાઇક, જાણો કિંમત અને ફીચર્સ
HMSIના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ વાઇ.એસ.ગુલેરિયાએ કહ્યું કે, અમે કરેલા વાયદા મુજબ X-Bladeને માર્ચ 2018માં ડિસ્પેચ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, નવી મોટરસાઇકલને મિલેનીઅલ અને જેન ઝેડ માટે ડીઝાઇન કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppX-Bladeમાં 80/110 R17 અને 130/70 R17 ટાયર આપવામાં આવ્યા છે. બ્રેકિંગ માટે તેના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને બેકમાં એક ડ્રમ યૂનિટ આપવામાં આવ્યું છે. આ નવી બાઇક ગ્રાહકોને મેટ માર્વલ બ્લૂ મેટાલિક, પર્લ ઇગનિયસ બ્લેક, મેટ ફ્રોઝન સિલ્વર, પર્લ સ્પોર્ટન રેડ અને મેટ માર્શલ ગ્રીન મેટલિક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.
તેમાં CB Hornet 160Rની જેમ 162.7સીસી એર કૂલ્ડ મોટર આપવામાં આવી છે. જે 8,500rpm પર 13.9hpનો પાવર અને 6,000rpm પર 13.9Nmનો ટોર્ક પેદા કરે છે. આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
આ નવી મોટરસાઇકલમાં ફુલ ડિજિટલ કંસોલ આપવામાં આવ્યું છે. તેમાં ગિયર પોઝિશન ઇન્ડીકેટર, સર્વિસ ઇન્ડીકેટર, હાઝાર્ડ લાઇટ અ વ્હાઇટ બેકલાઇટ પણ આપવામાં આવી છે.
હોન્ડાએ X-Bladeને યુવાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. કેપની તેને રોબો ફેસ નામ આપ્યું છે. નવી નવી X-Bladeમાં ટોલર ફ્લાઇ સ્ક્રીન, અંડરેલી કાઉલ, ચંકી ગ્રેબ રેલ અને એક રીડિઝાઇન કરવામાં આવેલી એલઇડી ટેલ લેમ્પ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ હોન્ડાએ તેની નવી બાઇક X-Bladeને ભારતમાં લોન્ચ કરી છે. તેની કિંમત 78,500 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખવામાં આવી છે. આ બાઇકને ઓટો એક્સપો દરમિયાન રજૂ કરવામાં આવ્યા બાદ તેનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -