માત્ર એક મિસ્ડ કોલથી તમે જાણી શકશો તમારું PF બેલેન્સ કેટલું છે, જાણો શું છે પ્રોસેસ
UAN સક્રિય સભ્ય પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર SMS મોકલીને EPFO પાસે ઉપલબ્ધ બચતની જાણકારી મેળવી શકે છે. આ માટે તમારે EPFOHO UAN લખીને 7738299899 પર SMS મોકલવાનો રહેશે.
જો સભ્યનું UAN કોઈ પણ એક બેન્ક અકાઉન્ટ, આધાર અથવા પાન કાર્ડ સાથે લિંક થયેલું છે તો તેને PPFને લગતી માહિતી પણ મળી શકે છે. આ માટે તમે ઉમંગ એપનો પણ ઉપયોગ કરી શકો છો.
આ સર્વિસનો લાભ લેવા માટે યૂનિફાઈડ પોર્ટલનું UAN સક્રિય હોવું જરુરી છે. ઉપર આપવામાં આવેલા નંબર પર મિસ્ડ કોલ કરવાથી બે રિંગ વાગ્યા પછી ફોન જાતે જ કટ થઈ જશે. આ સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ ભવિષ્ય કર્મચારી નિધિ સંગઠન (EPFO)એ પીએફ ખાતા ધારકોને મોટી ભેટ આપી છે. હવે માત્ર એક મિસ્ડ કોલ કરીને પોતાના એકાઉન્ટની તમામ ડિટેલ મોબાઈલ પર મેળવી શકશો. તેમાં તમે તમારા પીએફ ખાતાની બેલેન્સની જાણકારી મેળવવાની સાથે સાથે દર મહિને ખાતામાં જમા થતી રકમની પણ જાણકારી મેળવી શકશો.
જોકે તમે UAN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય હશે તો જ PFને લગતી માહિતી એક મિસ્ડ કોલ કરીને મેળવી શકે છે. રજિસ્ટ્રેડ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરવાથી તમને આ ઈન્ફર્મેશન મળી શકે છે.
આ સુવિધા 10 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્ન્ડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બાંગ્લામાં ઉપલબ્ધ છે. અંગ્રેજી સિવાય કોઈ પણ અન્ય ભાષામાં SMS મેળવવો હોય તો તે ભાષાના પહેલા 3 શબ્દો UAN પછી લખવાના રહેશે.