Jioએ TRAIમાં કરી ફરિયાદ, કહ્યું- Airtel, Idea અને Vodafone ગ્રાહકોને રોકવા માટે અપનાવી રહી છે ખોટી રીત
જોકે આ મામલે આઈડિયા સેલ્યૂલર તરફતી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતી એરટેલના પ્રવક્તાએ પણ રિલાયન્સના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું કે કંપની તમામ નિયમાકી આદેશોનું પાલન કરી રહી છે.
જોકે આ મામલે વોડાફોનના પ્રવક્તાએ કહ્યું કે, કંપની ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ઓફર આપીરહી છે અને તે તમામ નિયમોનું પાલન કરી રહી છે.
જિઓનું કહેવું છે કે, આ કંપનીઓનો આ કથિત વ્યવહાર લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન છે. મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જિઓએ 10 એપ્રિલે પોતાના પત્રમાં કહ્યું છે કે, આ કંપીઓ, નેટવર્ક છોડીને જનારા ગ્રાહકોને રોકી રાખવા માટે વિશેષ પેકેજ અને પ્લાન જેવી અનેક રીતો અપનાવી રહી છે.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે, અન્ય ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને રોકી રાખવા માટે ખોટી રીત અપનાવી રહી છે. જિઓએ આ ફરિયાદ Airtel, Vodafone અને Idea વિરૂદ્ધ કરી છે. તેના માટે જિઓએ ટેલિકોમ રેગ્યુલેટર (ટ્રાઈ)ને પત્ર લખીને કડક કાર્રવાઈ કરવાની માગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -