30 એપ્રિલ સુધી બેંક એકાઉન્ટને કરો આધાર સાથે લિંક્ડ, નહીં તો તમારું બચત ખાતું થઈ જશે બ્લોક
આ એક્ટ અંતર્ગત નાણાંકીય ઇન્સ્ટિટ્યૂટ્સને 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015 સુધી તમામ ખાનગી અને કંપની એકાઉન્ટ્સન માટે સેલ્ફ અટેસ્ટેટ આપવાનું રહેશે. મ્યૂચ્યુઅલ ફંડ અને અન્ય નાણાંકીય સંસ્થાએ નવા નિયમો અંતર્ગત પોતાના સ્વ પ્રમાણિક કરવાના કામ પૂરા કરવા માટે પોતાના ગ્રાહકોને કહ્યું છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, જે ગ્રાહક સ્વ પ્રમાણિત નહીં કરે તે પોતાના બેંક ખાતામાંથી કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએફએટીસીએ ભારત અને અમેરિકાની વચ્ચે 31 ઓગસ્ટ 2015ના રોજ એક સંધિ પર સાઈન કરવામાં આવ્યા બાદ આવા ખાતાધારકોની નાણાંકીય લેવડ દેવડની જાણકારી એક બીજા સાથે શેર કરવામાં આવે છે. તેને વિદેશી ખાતા ટેક્સ ક્રિયાન્વયન કાયદા ફોરન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટનું નામ આપવામાં આવ્યું.
આકવેરા વિભાગે કહ્યું કે, જો એકાઉન્ટને બ્લોક કરવામાં આવે તો એકાઉન્ટ હોલ્ડર નિર્ધારિત પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ ખાતું ફરી ચાલુ કરાવી શકશે. જોકે પહેલા બેંકેઓ એ પ્રોસેસ 31 ઓગસ્ટ, 2016 સુધી પૂરી કરવાની હતી પરંતુ ફી આઈટી વિભાગે આ તારીખ 30 એપ્રિલ, 2017 સુધી લંબાવી હતી અને હવે તેને આગળ વધારવામાં નહીં આવે.
ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું છે કે, નાણાંકીય સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે, તે સ્વ પ્રમાણિત મેળવી લે. જે ખાતા ધારક 30 એપ્રિલ, 2017 સુધી સ્વ પ્રમાણિક ન કરે તો તેને બેંક ખાતા બંધ કરવામાં આવશે. જેના કારણે આવા ખાતામાં બેંક ખાતાધારકને કોઈ લેવડ દેવડ કરવા નહીં દે.
નવી દિલ્હીઃ જો બેંકમાં તમારું કોઈપણ એકાઉન્ટ હોય તો તેને સેલ્ફ અટેસ્ટ એટલે કે સ્વ પ્રમાણિક કરાવી લો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ જશે. જો તમારું બેંક ખાતુ 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015ની વચ્ચે ખુલ્યું છે તો તેને ઝડપથી સેલ્ફ અટેસ્ટ કરાવી લો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટ (એફએટીસીએ) અંતર્ગત આ આદેશ આપ્યો છે. તમામ બેંક ખાતા ધારકોએ આ કાર્યવાહી 30 એપ્રિલ સુધી પૂરી કરવાની રહેશે નહીં તર તમારું બેંક ખાતું બ્લોક કરી દેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -