Hondaએ રિકોલ કર્યા એક્ટિવા-એવિએટરના હજારો મોડલ, જાણો શું છે કારણ....
હોંડાએ કુલ 56,194 સ્કૂટરના યુનિટ્સ પરત ખેંચ્યા છે. કંપનીએ કહ્યું કે તેઓ આ સ્કૂટર્સને લઈને કોઈ આશંકા રહેવા દેવા માગતા નથી. આ કારણે 7 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2018 સુધીમાં બનાવવામાં આવેલ આ ત્રણેય મોડેલના સ્કૂટરને ફરી ઇન્સ્પેક્શન માટે પરત મંગાવાયા છે. અને જરુર જણાયે હોંડા ફ્રીમાં ખામીયુક્ત સ્પેરપાર્ટ બદલી કરી આપશે. આ માટે કંપની ડિલર્સ દ્વારા પ્રભાવિત ગ્રાહકોને સંદેશો મોકલી તેમનું વાહન ઇન્સ્પેક્શન માટે પરત કરવા કહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રાહક કંપનીના કેમ્પેન પેજ પર જઈને ચેક કરી શકે છે કે તેમનું સ્કૂટર આ રિકોલથી પ્રભાવિત છે કે નહીં. હોન્ડાની સત્તાવાર વેબસાઇટના કેમ્પેન સેક્શન પર તમારો વ્હીકલ આઈડેન્ટિફિકેશન નંબર (VIN) નાંખીને તમે તેની જાણકારી લઈ શકો છો. ઉપરાંત, ગ્રાહકને તેની જાણકારી ટેક્સ્ટ મેસેજ, ઈ-મેલ અથવા ફોન કોલથી આપી શકાય છે.
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઈકલ્સ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ શનિવારે પોતાના ત્રણ સ્કૂટર્સ, એવિએટર, એક્ટિવા 125 અને ગ્રાસિયાની તપાસ કરવા માટે રિકોલ કરવાની જાહેરાત કરી છે. આ સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્ક પર સ્પેસિફિક બોલ્ટ સાથે જોડાયેલ છે જે ખૂબ જ હાર્ડ છે. દેશભરમાં આવેલ હોન્ડા સર્વિસ સેન્ટરમાં તેની તપાસ કરવામાં આવશે અને જરૂરત પડી તો બોલ્ટને રિપ્લેસ કરવામાં આવશે. બોલ્ટને ફ્રીમાં બદલવામાં આવશે અને હોન્ડા ડીલરશિપ ટૂંકમાં જ તેની જાણકારી ગ્રાહકોને આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -