પેટ્રોલ-ડીઝલમાં આગ ઝરતી તેજી, ભાવ ચાર વર્ષની ટોચે
પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાને લીધે રોજિંદા જરૂરિયાની વસ્તુઓના ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ વધારો થયો છે. જેની સીધી અસર મોંઘવારી ઉપર થઈ રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવો વધી રહ્યા હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવો આગામી દિવસોમાં આસમાને પહોંચે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, પેટ્રોલ અને ડીઝલ આટલું મોંઘું થયું હોવા છતાં તેનો વપરાશ ઘટયો નથી. ઉપરાંત વાહનો વધતાની સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધ્યો હોવાનું એસોસિયેશન જણાવ્યું છે. ક્રૂડના ભાવો વધી રહ્યા છે જેના પગલે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં આશરે 5000 પેટ્રોલ પંપો આવેલા છે. જેમાં એક પેટ્રોલ પંપ ઉપર આશરે 3000 લીટર પેટ્રોલ અને 5000લીટર ડીઝલ વપરાય છે, એટલે કે 5000 પેટ્રોલ પંપ ઉપર દૈનિક ૧ કરોડ ૫૦ લાખ લીટર પેટ્રોલ અને ૩ કરોડ લીટર ડીઝલનો ઉપયોગ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે રોજિંદા જીવન પરતેની વિપરીત અસર પડી રહી છે. નવા નાણાંકીય વર્ષની શરૂઆત સામાન્ય વ્યક્તિ માટે મોંઘવારના ઝટકા સાથેથઈ છે. નવા નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રેકોર્ડ ઉછાળો આવતા લોકો પર મોંઘવારનો ડબલ માર પડ્યો છે. પેટ્રોલની કિંમત ચાર વર્ષની ટોચે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ રેકોર્ડ તોડ વધારો થયો છે.
છેલ્લા ચાર માસમાં પેટ્રોલ અને ડીઝલમાં રૂપિયા ૪.૯૫ અને રૂપિયા ૭.૯૧નો વધારો થયો છે. પેટ્રોલ લીટરના રૂપિયા ૭૨.૯૩ અને ડીઝલ લીટરના રૂપિયા ૬૯.૨૪ થઈ ગયા છે. આમ ડીઝલના ભાવ અત્યાર સુધી સૌથી હાઈએસ્ટ રૂપિયા ૬૯ હતો. આ ભાવ સપાટી તોડીને નવો રેકોર્ડ બ્રેક ઉચો ભાવ ૬૯.૨૪ રૂપિયા થતાં વપરાશકારોમાં રાડ બોલી ગઈ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે એસટી, રેલવે, ટ્રાન્સપોર્ટ ઉપર સીધી અસર જોવા મળશે. દરરોજ ભાવોમાં રાત્રે ૧૨ વાગે આવતી વધઘટને લીધે પેટ્રોલ પંપ ઉપર કેટલું પેટ્રોલ અને ડીઝલ પડી રહ્યું છે તેની વિગતો કંપનીઓને મળતી નથી. છેલ્લા ચારેક માસથી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા જતા લોકો પહેલા ભાવો જોયા બાદ પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -