સામાન્ય લોકો માટે રેલવેએ શરૂ VIP રેલ સલૂન, મળશે આવી લક્ઝરી સુવિધાઓ
2005માં તત્કાલિન રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવે સ્પેશિયલ રેલવે સલૂનમાં મુસાફરી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલૂનમાં IRCTC જમાવાનું પણ આપશે. પેસેંજર ઈચ્છે તો કુકિંગ માટે રૉ મટીરિયલ, હાઉસ કિપિંગ, વેલે સર્વિસ પણ મળશે. સલૂનમાં એક AC અટેંડંટ અને એક સલૂન અટેંડંટ પણ રહેશે. માહિતી પ્રમાણે એક સલૂનમાં 18 લોકો મુસાફરી કરી શકે છે. સલૂનનું ભાડું ટ્રેનની ફર્સ્ટ ACની ટિકિટથી 18 ગણું વધારે છે.
સલૂનની ખાસિયત છે કે આમાં બે બેડરૂમ છે જેમાં બાથરૂમ અટેચ્ડ છે. એક બેડરૂમ ટ્વિન બેડરૂમ છે. અટેચ્ડ બાથરૂમમાં ઠંડું અને ગરમ પાણી ઉપલબ્ધ છે. આ સિવાય લિવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ, કિચન, રિઅર વિંડો પણ છે. સલૂનને સારો લૂક આપવા માટે વિંડોની સાઈઝ મોટી રખાઈ છે. અને રંગબેરંગી પડદા પણ લગાવાયા છે.
પ્રથમ ટ્રિપમાં 6 પેસેંજર્સ માટે બે લાખ રૂપિયામાં બુક કરાવવામાં આવ્યું છે. 4 દિવસની ટ્રિપ છે, જે 2 એપ્રિલે પૂરી થશે. IRCTC અનુસાર, પોલિસી બન્યા બાદ પ્રથમ સલૂન સાંજે 7:45 વાગ્યે દિલ્લીથી કટરા માટે રવાના થયું. જેને જમ્મૂ મેલમાં લગાવવામાં આવ્યું.
નવી દિલ્હીઃ રેલવાના વીઆઈપી સલૂનને અત્યાર સુધી મંત્રીઓ અને રેલવે અધિકારીઓની શાહી સવારી તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ હવે રેલવેએ તેને સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી દીધી છે. શુક્રવાર આવા જ એક રેલવે સલૂન 6 મુસાફરોને લઈને દિલ્હીથી કટરા માટે રવાના થઈ.
અધિકારીઓના ઉપયોગમાં આવનારા સલૂનને બંધ કરવાને લઈને રેલવેમાં લાંબા સમયથી ચર્ચાચાલી રહી હતી. માટે ઇમર્જન્સી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક સલૂનને છોડીને રેલવેએ અન્ય સલૂનને મુસાફરોના ઉપયોગ માટે શરૂ કર્યા છે. તેનું પ્રથમ બુકિંગ શુક્રવારે દિલ્હીથી એક બિઝનેસમેનને જમ્મૂના કટરા માટે કરાવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -