હોન્ડાએ 160 CCની નવી X-BLADE ABS સ્પોર્ટી બાઇક કરી લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિ.ના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી મિનોરુ કાટોએ કહ્યું કે, 150-180 cc મોટરસાઇકલ સેગમેન્ટમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવતા આ X-Blad ABS ખાસ યુવાનો માટે આધુનિક અને શાનદાર ટેક્નોલોજી સાથે લોન્ચ કરવામાં આવી છે.
Honda X-Blad ABS ની કિંમત 87,776 રૂપિયા( એક્સ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.
નવી દિલ્હી: હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ પોતાની 160 cc સ્પોર્ટી મોટરસાઇકલ X-Bladને ABS વર્ઝનમાં લોન્ચ કરી દીધી છે. હોન્ડાએ X-Blad ABS(એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ)ને શુક્રવારે વીવો પ્રો કબડ્ડી લીગ 2018ના દિલ્હી લેગ ફિનાલેમાં લોન્ચ કરી છે.
નવી X-Blad ને વધુ સ્ટાઇલિસ બનાવતા અંડર કાઉલ, ફ્રન્ટ ફોર્ક કવર અને વ્હીલ રિમ સ્ટ્રાઇપ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -