Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ફાટેલી નોટ બદવાનું થયું સરળ, RBIએ જારી કર્યા 4 નિયમ
તમે ફાટેલી નોટથી તમારા બિલ કે ટેક્સની ચૂકવણી કરી શકો છો. તમે નોટ ખાતામાં પણ જમા કરાવી શકો છો. રિઝર્વ બેન્કના નિયમઅનુસાર, આ નોટોને ફરી જાહેર કરી શકાય છે. કેન્દ્રીય બેન્ક નવી નોટ જાહેર કરશે. સાથે ધ્યાન રાખો કે, ફાટેલી નોટનો 51 ટકા ભાગ તમારી પાસે હોવી જરૂરી છે. તમે પાંચ નોટ સુધીની સંખ્યામાં નોટ તે બેન્કમાં બદલી શકો છો, જે તમારા ખાતામાં જમા નથી થતી. જેના બદલામાં બેન્ક તમને રીસિપ્ટ આપશે. આ જમા બદલે તમને 30 દિવસમાં રકમ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરબીઆઈ નિયમ અનુસાર, દરેક બેન્કે જુની, ફાટેલી નોટ સ્વીકાર કરવી પડશે, બસ તે નકલી ન હોવી જોઈએ. જેથી તમે સરળતાથી નજીકની બેંક શાખામાં જઈને તમારી નોટ બદલી શકો છો. નોટ બદલવા માટે કોઈ ફી નથી. એટલું જ નહીં કોઈ પણ બેન્કમાં તમે નોટ બદલી શકો છો, તેના માટે તમારે તે બેન્કના ગ્રાહક હોવું જરૂરી નથી.
ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર, એકદમ સળગી ગયેલી નોટ, ટુકડે-ટુકડા થઈ ગયેલી સ્થિતિમાં નોટ બદલાવી નથી શકાતી. આવી નોટને આરબીઆઈની ઈસ્યૂ ઓફિસમાં આપી શકાય છે. સાથે જે નોટ પર નારા અથવા રાજનૈતિક સંદેશ લખવામાં આવ્યો હોય, તેવી નોટ પણ ઉપયોગમાં નથી લઈ શકાતી. જો બેંક અધિકારીને લાગે કે, તમે જાણી જોઈને નોટને ફાડી છે કે કાપી છે, તોપણ બેંક નોટ બદલવની ના પાડી શકે છે.
નવી દિલ્હીઃ ઘણી વખત તમને ફાટેલી નોટ બદલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હયો છે. પરંતુ શું તમને તેની સાથે જોડાયેલ નિયમ જાણો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકને ફાટેલી નોટ બદલવા માટે નિર્દેશ આપેલા છે. જેને જાણીને તમે સરળતાથી કોઈપણ કાર્યના દિવસે જઈને તમારી ફાટેલી નોટ બદલાવી શકો છો. આગળ વાંચો ફાટેલી નોટ બદલવા માટેના શું છે નિયમ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -