GST બાદ સાબુ અને ડિટર્જન્ટ થયા સસ્તા, હિન્દુસ્તાન યૂનિલીવરે કેટલીક પ્રોડક્ટની કિંમતમાં કર્યો ઘટાડો
કંપનીએ પોતાના ડિટર્જન્ટ સાબુ રિન બાર (250 ગ્રામ)ની કિંમત 18થી ઘટાડીને 15 રૂપિયા કરી છે. સર્ફ એક્સેલ બારની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે પરંતુ તેનું વજન 95 ગ્રામથી વધારીને 105 ગ્રામ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે એચયૂએલે ડવ બાથિંગ બાર પર 33 ટકા વધારાની ઓફર રજૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એફએમસીજી ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન યૂનિલીવર (HUL)એ જીએસટી લાગુ થયા બાદ પોતાના કેટલાક ડિટર્જન્ટ અને સાબુની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ જીએસટીમાં મળનારા કર લાભનો ફાયદો ગ્રહાકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
હિન્દુસ્તાન યૂનિલીવરે પહેલા જ કહ્યું હતું કે તે જીએસટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે. કંપની મુખ્યરીતે વ્હીલ, રિન, સર્ફ એક્સેલ, કમ્ફર્ટ, સનલાઈટ, વિમ, ડોમેક્સ તથા હોમકેર ક્લાસમાં લક્સ, લિરિલ, હમામ, સનસિલ્ક, રેક્સોના, લાઈફબોય, ડવ અને પીયર્સ જેવી બ્રાન્ડનું વેચાણ કરે છે. ઉપરાંત કંપની ટૂથપેસ્ટ અને રોજીંદી વપરાશમાં ઉપયોગી એવી અનેક વસ્તુનું વેચાણ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -