IDBI બેન્કે સેબીને આપી 772 કરોડ રૂપિયા કૌભાંડની જાણકારી, શેર 3.5 ટકા ગગડ્યા
નવી દિલ્લી: પીએનબી મહાકૌભાંડ બાદ એક પછી એક બેન્કોના કૌભાંડ સામે આવી રહ્યા છે. આઈડીબીઆઈ બેન્કે 772 કરોડની છેતરપિંડીની જાણકારી આપી છે. આ કૌભાંડ બહાર આવતા બેન્કના માર્કેટ શેર 3.5 ટકા નીચે ગગડ્યા હતા. રેગુલેટરીએ આઈડીબીઆઈ બેન્કે પોતાની તેલંગણા અને આંધ્રપ્રદેશ સ્થિત પાંચ બ્રાંચમાંથી 772 કરોડ રૂપિયા બોગસ લોન આપવાની માહિતી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે બેન્કે આ બોગસ લોનની જાણકારી આપી હતી અને આ મામલે ઑડિટ શરૂ કરી છે. આ કૌભાંડ બહાર આવતા આઈડીબીઆઈના શેર 3.5 ટકા(લગભગ 73.7 રૂપિયા) નીચે ગગડ્યા છે. ત્યાં નિફ્ટીમાં પબ્લિક સેક્ટરમાં લોન આપનાર પીએસયૂ બેન્કનો ઈન્ડેક્સ પણ 1.8 ટકા સુધી ઘટ્યો છે.
આ લોન બે અધિકારીઓએ મંજૂર કરી હતી જેમાં એક અધિકારીને બેન્કે બરતરફ કરી દીધા છે. જ્યારે બીજો અધિકારી રિટાયર થઈ ગયો છે. હાલમાં સીબીઆઈએ બેન્કની પાંચ બ્રાન્ચમાંથી બે બ્રાંચ મામલે કેસ દાખલ કર્યા છે. આ કેસ આઈડીબીઆઈ બેન્કના બશીરબાગ અને ગૂંટૂર બ્રાંચ સાથે જોડાયેલ છે.
વર્ષ 2009-2013માં મતસ્ય ઉદ્યોગ વ્યવસાય માટે આઈડીબીઆઈએ લોન આપી હતી. બેન્કે જણાવ્યું હતું કે આ લોન ગેર-મૌજૂદ માછલી તળાવોના પટ્ટા માટે નકલી દસ્તાવેજો પર લેવામાં આવી હતી. કંપનીએ આ લોન આપવામાં કૌભાંડ બહાર પાડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -