350 રૂપિયાનો સિક્કો જારી કરશે RBI, જાણો શું હશે ખાસ
આરબીઆઈએ જણાવ્યું કે, સિક્કો 34.65 અને 35.35 ગ્રામ જેટલો વજનનો હશે. આરબીઆઈએ હાલમાં એ સ્પષ્ટતા નથી કરી કે તે બજારમાં કેટલા સિક્કા જારી કરશે. પરંતુ એટલું જરૂર કહ્યું છે કે સિક્કા લિમિટેડ એડિશન તરીકે રજૂ કરવામાં આવશે. (તમામ તસવીર પ્રતિકાત્મક)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિક્કાની બન્ને બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા અને દેવનાગરી લિપિમાં ભારત લખેલ હસે. પાછળના ભાગમાં પટના સ્થિત તખ્ત શ્રી હરિમંદિર સાહિબનું ચિત્ર હશે. ‘ગુરુ ગોવિંદ સિંહ જી કા 350મો પ્રકાશ ઉત્સવ’ લખેલ હશે. તેની સાથે 1666-2016 પણ લખેલ હશે.
સિક્કાની સામેની બાજુના ભાગ પર અશોક સ્તંભ હશે. તેની નીચે સત્યમેવ જયતે લખેલ હશે. ઉપરાંત રૂપિયાનું ચિહ્ન અને વચ્ચે 350 રૂપિયા લખેલ હશે.
આરબીઆઈએ જણાવ્યું કે, સિક્કા બનાવવા માટે ચાંદી, તાંબું અને ઝિંકનો ઉપયોગ કરવામાં આવશે. આ સિક્કાનો વ્યાસ 44 મિલીમીટર હશે. આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5 ટકા નિકેલ અને એટલું જ ઝિંક હશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જારી નોટિફિકેશન અનુસાર ગુરુ ગોવિંદ સિંહના 350માં પ્રકાશોત્સવ અવસર પર જારી કરવામાં આવશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ એડિશનમાં 350 રૂપિયાના સિક્કા જારી કરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય બેંકે આ મામલે નોટિફિકેશન જારી કરી દીધું છે. આગળ જાણો સિક્કામાં શું હશે ખાસ....
નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે તમારા ગજવામાં 50 પૈસા, 1 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા રાખતા હશો, પરંતુ ટૂંકમાં જ તમારી પાસે 350 રૂપિયાનો સિક્કો આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -