Ideaની જૂનમાં પેમેન્ટ બેંક શરૂ કરવાની યોજના, મોબાઈલ દ્વારા સરળતાથી કરી શકાશે તમામ કામ
આઈડિયા સેલ્યુલરે જૂનમાં પેમેન્ટ્સ બેંકનું કામકાજ શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જે રિટેલર્સ તેની ટેલીકોમ સર્વિસ વેચે છે, તે તેને બેન્કિંગ ટચ પોઈન્ટ્સ તરીકે સાઈન કરી રહી છે. તેનાથી ગ્રાહકને પેમેન્ટ્સ બેંકની સેવાઓ ત્યાંથી જ મળી જસે. આ પેમેનટ્સ બેંક આદિત્ય બિરલા નુવો અને આઈડિયા સેલ્યુલરનું એક સંયુક્ત સાહસ છે, જેમાં બન્નેની ભાગીદારી 51:49 પ્રમાણે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની Airtel બાદ હવે Idea પણ જૂનથી પેમેન્ટ બેન્કિંગ શરૂ કરવા જઈ રહી છે. આઈડિયા હવે ગ્રાહકોને સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ આપશે. સાથે જ, ગ્રાહક હોટલ બુકિંગ્સ, હસ ટિકિટ, રેલવે ટિકિટ બુકિંગ પણ સરળતાથી કરી શકશે. તમને જણાવીએ કે, હાલમાં જ કંપનીએ રિઝર્વ બેંક સાથે પેમેન્ટ બેંક શરૂ કરવા માટે આખરી મંજૂરી મળી હતી.
આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકના CEO સુધાકર રામસુબ્રમણ્યને કહ્યું કે, અમારી પાસે 20 કરોડ લોકો (ટેલીકોમ સેવાઓ માટે) ગ્રાહક બેસ છે. આ અમારા પેમેન્ટ્સ બિઝનેસ માટે ખૂબ જ સકારાત્મક હશે. તેમણે જણાવ્યું કે, અમે અમારા 20 લાખ રિટેલર્સને બેન્કિંગ ટચ પોઈન્ટ્સ સાથે જોડીશું, જેથી નાણાંકીય સર્વિસીસને ગ્રામીણ વિસ્તારમાં લઈ જઈ શકાય.
પેમેન્ટ્સ બેંકને લોન આપાવની મંજૂરી નહીં હોય, પરંતુ તે ડિપોઝિટ લઈ શકે છે, રેમિટન્સમાં મદદ કરી શેક છે. અને રિસિપિએન્ટ્સને પેમેન્ટ કરી શકે છે. આરબીઆઈએ પેમેનટ્સ બેંક અને સ્મોલ ફાઈનાન્સ બેંકને લાઈન્સ એટલા માટે આપ્યા છે જેથી બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધે અને એ લોકોને સિસ્ટમ સાથે જોડી શકાય છે હાલમાં તેનાથી બહાર છે. જ્યારે ભારતી એરટેલ અને આઈડિયા જેવી કંપનીઓને તેનાથી અનેક નવી બિઝનેસ ટકો મળી રહી છે. તેમની પાસે દેશભરમાં મોટું નેટવર્ક છે અને હાલના યૂઝર્સ તરીકે તેમની પાસે સંભવિત કસ્ટમર બેસ પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -