Jioની આ ઓફરનો લાભ આજે પણ તમે લઈ શકો છો, 84 દિવસ સુધી મળશે બધું જ ફ્રી
આ નિમય 509 રૂપિયાના પ્લાન માટે લાગુ થશે, આ પ્લાનથી યૂઝર્સને પ્રાઇમ મેમ્બરશિપ પણ મળી જશે અને ધન ધના ધન ઓફર પણ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનૉન પ્રાઇમ યૂઝર્સને પ્લાનની સાથે જ 99 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે. જિઓની પ્રેસ રિલીઝમાં 15 એપ્રિલે ઓફર લેવાની છેલ્લી તારીખ બતાવી હતી પણ આ ઓફર હજુ પણ ચાલું છે. જિઓ કસ્ટમર કેર પર વાત કરવાથી એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે હજુ ઓફર મળી રહી છે, આની છેલ્લી તારખી શું હશે તે કહેવું મુશ્કેલ છે.
Jio એ ટ્રાઇના આદેશ બાદ સરપ્રાઇઝ ઓફરને પાછી ખેંચી 11 એપ્રિલે ધન ધના ધન ઓફર લૉન્ચ કરી હતી. આ ઓફર જિઓના પ્રાઇમ અને નૉન પ્રાઇમ બન્ને યૂઝર્સ માટે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ ઓફર લેવાની લાસ્ટ ડેટ 15 એપ્રિલ હશે. આમાં 309 (1GB) રૂપિયા કે 509 (2GB) રૂપિયાનું રિચાર્જ કરાવીને જિઓ યૂઝર્સ 84 દિવસ સુધી ફ્રી સર્વિસીનો યૂઝ કરી શકે છે.
15 એપ્રિલ સુધી ચાલવા વાળી ફ્રી ઓફર પણ હજુ ચાલું જ છે. આમાં યૂઝર્સને ફ્રી કૉલિંગની સાથે ડેલી 1GB 4G ડેટા મળી રહ્યો છે. જિઓના સુત્રોએ જણાવ્યું કે કંપનીએ આ ઓફર પાછી ખેંચવાની શરૂ કરી દીધી છે, પણ પ્રૉસેસિંગમાં ટાઇમ લાગી રહ્યો છે. એટલા માટે કેટલાક લોકોને હજુ પણ ઓફરનો લાભ મળી રહ્યો છે.
ધન ધના ધન ઓફર વેબસાઇટ પર આપવામાં આવેલા Planના ઓપ્શનમાં નથી દેખાતી, આ માટે Quick payના ઓપ્શનમાં જઇને Recharge પર જવું પડશે.
અહીં જિઓ નંબર નાંખતા જ એક નવું પેજ ઓપન થશે, જેમાં Plan પર જતાની સાથે જ PRIME Dhan Dhana Dhan 309 અને PRIME Dhan Dhana Dhan 509ના ઓપ્શન મળશે. અહીં રિચાર્જના ઓપ્શન પર જઇ તમે ઓફર લઇ શકો છો.
નૉન પ્રાઇમ યૂઝર્સ જો હજુ પણ ધન ધના ધન ઓફર લેવા માગતા હોય તો તેમને પણ આ પ્રૉસેસ કરવી પડશે. ત્યારપછી તેમને Planમાં Monthly ઓપ્શનમાં Bundle pack મળશે. આમાં 408 (99+309)નુ રિચાર્જ કરાવવું પડશે. ત્યારે તે આ પ્લાન 84 દિવસ માટે લઇ શકશે. યૂઝર્સ 309 કે 99 નુ રિચાર્જ અલગથી નથી કરાવી શકતા.
નવી દિલ્હીઃ જો 15 એપ્રિલ સુધી દમે જિઓની ધન ધના ધન ઓફર અથવા પ્રાઈમ મેમ્બર લેવાનું ચૂકી ગયા છો તો હેરાન થવાની જરૂર નથી. તમે હજુ પણ આ બન્ને પ્લાન લઈ શકો છો. તેના માટે તમારે જિઓની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે. જોકે પ્લાનના ઓપ્શનમાં આ ઓફર તમને જોવા નહીં મળે. પ્લાન લેવાની પ્રોસેસ વાંચો આગળની સ્લાઈડ્સમાં....
- - - - - - - - - Advertisement - - - - - - - - -