Jio અને Airtelના જવાબમાં હવે Ideaની નવી ઓફર, માત્ર ₹93માં અનલિમિટેડ કોલ સાથે ડેટા
જિયોના 98 રૂપિયાવાળા પેકની વેલિટિડી 14 દિવસની છે. યુઝર્સ 150 એમબી પ્રતિદિવસ હિસાબે કુલ 2.1 જીબી ડેટા મળે છે. તેમજ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા અને 140 એસએમએસ મફતમાં મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્લાનમાં યુઝર્સ એક દિવસમાં 250 મિનિટ અને એક સપ્તાહમાં 1000 મિનિટ સુધી કોલ કરી શકશો. આ ઉપરાંત યુઝર્સ એક સપ્તાહમાં 100થી વધુ અલગ-અલગ નંબર પર કોલ કરી શકશે નહીં. આ લિમિટ પૂર્ણ થઈ ગયા બાદ યુઝર્સને 1 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ આપવો પડશે.
આઈડિયાના 93 રૂ.ના પેકમાં મળતા ફાયદાની વાત કરીએ તો ગ્રાહકોને 1GB 4G/3G/2G ડેટા મળશે. આ ઉપરાંત અનલિમિટેડ લોકલ/એસટીડી કોલ અને ઈનકમિંગ રોમિંગ કોલની પણ સુવિધા મળશે. આ રીચાર્જમાં ગ્રાહકોને આઉટગોઈંગ રોમિંગ કોલની સુવિધા નહીં મળે. નવા પેકની વેલિટિડી 10 દિવસની રહેશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ અને એરટેલ બાદ હવે આઈડિયા સેલ્યૂલરે પણ પ્રીપેડ યૂઝર્સ માટે 93 રૂપિયામાં ડેટા અને કોલિંગનો પ્લાન લોન્ચ કર્યો છે. આ નવું રિચાર્જ વધારે કોલ કરનાર ગ્રાહકો માટે છે. આઈડિયાનો આ પ્લાન રિલાયન્સ જિઓના 98 રૂપિયા અને એરટેલના 93 રૂપિયા પ્લાનના જવાબમાં ઉતારવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -