JIO બાદ હવે Idea રિચાર્જ પર આપી રહ્યું છે 100% કેશબેક, જાણો સમગ્ર ઓફર
જિયો પોતાના 399 રૂપિયાના રિચાર્જ પર 2,599 રૂપિયા સુધી કેશબેક આપી રહી છે. આ કેશબેક માત્ર ઓનલાઈન રિચાર્જ પર જ મળશે. 2599 રૂપિયાનું કેશબેક એકસાથે ન મળીને ઘણા હિસ્સામાં મળશે. જેમાં 8 વખત 50 રૂપિયાનું વાઉચર અને 1000 રૂપિયાના યાત્રા વાઉચર તો 500 રૂપિયાના ટ્રેન્ડ્સના વાઉચર મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈડિયાએ આ વર્ષે 357 રૂપિયાના રિચાર્જ પર યુઝરને અનલિમિટેડ લોકલ એસટીડી અને રોમિંગના કોલ કરવાની સુવિધા આપી છે. આ ઉપરાંત રોજના 1.5GB હાઈસ્પીડ ડેટા પણ મળે છે. સાથે જ રોજના 100 મેસેજ પણ મળશે. ડેટા માટે એક શરત છે જે મુજબ યુઝર માય આઈડિયા એપથી અથવા વેબસાઈટથી રિચાર્જ કરશે તો તેને રોજનું 1.5GB ડેટા મળશે અને અન્ય કોઈ માઘ્યમથી કરશે તો રોજના 1GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
નવી દિલ્હીઃ જિઓ આવ્યા બાદથી જ મોબાઈલ નેટવર્ક કંપનીઓમાં સસ્તા પ્લાન્સ લાવાવની હોડ જામી છે. રિલાયન્સ જિઓ પોતાના રિચાર્જ પર 100 ટકા કેશબેક ઉપરાંત અનેક ઓફર્સ આપી રહી છે. હવે આઈડિયા પણ પોતાના રિચાર્જ પર 10 ટકા કેશબેકની ઓફર આપી રહી છે. આઈડિયાએ પોતાના 357 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યું છે. એક વખત 357 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર 41 રૂપિયાના સાત વાઉચર મળશે. આ વાઉચરને રિડીમ કરવા માટે 299 રૂપિયા અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવવું પડશે. એકવારમાં માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાય છે. આવી જ રીતે તમે સાત વાઉચરમાં 357 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -