Ideaએ લોન્ચ કર્યો નવો પ્લાન, 346 રૂપિયામાં મળશે 28 GB ડેટા અને FREEમાં અનલિમિટેડ કોલિંગ
આઈડિયાએ 346 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસ માટે 28 જીબી 3જી ડેટા મળશે. સાથે જ લોકલ/નેશનલ કોલ પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ રહેશે. તમે 1 દિવસમાં 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકસો. ઉપરાંત 148 રૂપિયાવાળા પ્લાનમાં પણ 5જીબી 3જી ડેટા મળશે જેની વેલિડિટી 28 દિવસની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ Reliance Jioની પ્રાઈમ મેમ્બરશિપ સ્કીમને ટક્કર આપવા માટે અન્ય ટેલીકોમ કંપનીઓ નવા નવા પ્લાન લોન્ચ કરી રહી છે. Ideaએ હાલમાં જ 148 અને 346 રૂપિયામાં 3દી ડેટાવાળા નવા પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં ગ્રાહકોને 28 દિવસ સુધી રોજ 1જીબી ડેટા મળશે. સાથે જ. લોકલ અને STD કોલિંગ ફ્રી રહશે. તમને જણાવીએ કે, આ ઓફર બધા માટે નથી. આ ઓફર તમારા માટે છે કે નહીં તેના માટે આઈડિયાની એપ ડાઉનલોડ કરવાની રહેશે. જો તેમાં આ ઓફર તમારા માટે આવી રહી છે તો જ તમે તેનો લાભ લઈ શકશો.
હાલમાં જ ટેલીકોમ કંપની વોડાફોન બાદ આઈડિયાએ પણ ગ્રાહકોને ખાસ કરીને મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી સર્વિસ શરૂ કરી છે. તે અંતર્ગત યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર પણ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાની શક્યતા ઓછી થઈ જશે. આઈડિયાઈ સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે, આ સર્વિસથી ગ્રાહક પોતાની પ્રાઈવેસી જાળવી શકશે. સૌથી પહેલા આ સર્વિસની શરૂઆત કેરળમાં થઈ હતી. હવે આ દેશના 14 સર્કલમાં ઉપલબ્ધ છે. આ મહિનાના અંત સુધી સમગ્ર દેશમાં કામ કરવા લાગશે.
મોબાઈલ ઉપભોક્તા ખાસ કરીને મહિલાઓની ફરિયાદ હોય છે કે તેના મોબાઈલ નંબર રિચાર્જ કરાવ્યા બાદ જાહેર થઈ જાય છે અને તેનાથી તેને અસુવિધા થાય છે. માટે મોબાઈલ નંબર ગુપ્ત રાખવા માટે આઈડિયાએ પોતાના યૂઝર્સ માટે પ્રાઈવેટ રિચાર્જ મોડ રજૂ કર્યું છે. તે અંતર્ગત Idea યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર જ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાથી રોકી શકાશે.
આ સેવાનું નામ પ્રાઈવેટ રિચાર્જ સર્વિસ છે. આ પ્લાન અંતર્ગત જો તમો મોબાઈલ રિચાર્જ કરાવવા જશો તો તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન તમારો નંબર આપવાની જરૂરત નહીં રહે. તમારા મોબાઈલમાં બેલેન્સ એડ કરવું, ટેરિફ પ્લાન, ડેટા પ્લાન વગેરે જેવા કોઈપણ રિચાર્જ માટે યૂઝર્સ પ્રાઈવેટ રિચાર્જ સર્વિસનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
તેના માટે યૂઝર્સને સૌથી પહેલા એક એસએમેસ મોકલવાનો રહેશે. યૂઝર્સે PRIVATE લખીને 12604 પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરના મોબાઈલ પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવી જશે. ઓટીપીમાં મળનાર કોરડ દ્વારા ગ્રાહક કોઈપણ મલ્ટી આઉટલેટથી ફોન રિચાર્જ કરાવી શકશે. રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ ઓટોપીમાં મળેલ કોડ જણાવવાનો રહેશે. આ નંબરને ઈ રિચાર્જમાં નોંધ્યા બાદ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -