PM નરેન્દ્ર મોદીની તસવીર મંજૂરી વગર છાપવા બદલ Jio અને Paytm એ માગી માફી
એ જ રીતે, 8 નવેમ્બર, 2016ની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી તેના બીજા દિવસે પેટીએમે વડાપ્રધાન મોદીની તસવીર સાથેની જાહેરાત આપીને નોટબંધીના નિર્ણયને આવકાર્યો હતો અને તેના ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિયોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની 4જી સર્વિસના લોન્ચિંગની ફૂલપેજ જાહેરાતોમાં વડાપ્રધાનના ફોટોનો ઉપયોગ કર્યો હતો. કંપનીએ પોતાની 4જી સર્વિસ વડાપ્રધાન મોદીને સમર્પિત કરતી જાહેરાત તેમના ફોટો સાથે પ્રસિદ્ધ કરી હતી. તેના કારણે રાજકીય પક્ષોએ ઊધડો લીધો હતો અને તે મુદ્દે એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) પણ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે નોટબંધી પછી કેશલેસ તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવાના મોદી સરકારના પ્રયાસ પછી Paytmને મોટો ફાયદો થયો છે. તેના પર પણ વિરોધીઓએ વાંધો વ્યક્ત કર્યો છે અને વિરોધ પક્ષોએ Paytm જેવા મોબાઇલ વોલેટ્સને ફાયદો કરાવવા જ મોદી સરકાર પ્રયાસો કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર્સના કસ્ટોડિયનની ભૂમિકા ભજવતા મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે બંને કંપનીઓને નોટિસ મોકલી હતી. આ નોટિસ મિનિસ્ટ્રીના પ્રતીક અને નામ (અનુચિત ઉપયોગની અટકાયત) કાયદો, 1950 હેઠળ મોકલી હતી. આ કાયદો વડાપ્રધાનની તસવીરોનો કોમર્શિયલ યુઝ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ અને પેટીએમે મંજૂરી વગર પોતાની જાહેરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવા માટે માફી માગી છે. તેની સામે સરકારે બંને કંપનીઓને નોટિસ મોકલી હતી. આ જાણકારી શુક્રવારે સંસદમાં આપવામાં આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -