ક્રેડિટ કાર્ડથી વોલેટમાં રૂપિયા ઉમેરવા પર Paytm નહીં વસૂલે 2% ચાર્જ, 24 કલાકમાં પરત લિધો નિર્ણય
બુધવારે એક બ્લોગ પોસ્ટમાં Paytmએ કહ્યું કે, જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો Paytmને કાર્ડ નેટવર્ક અને કાર્ડ જારી કરનાર બેંકોને ચાર્જ આપવો પડતો હોય છે. જો કોઈ યૂઝર ક્રેડિટ કાર્ડથી રૂપિયા જમા કરાવે છે અને પછી તે રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે ત્યરે અમને નુકસાન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિતેલા નવેમ્બરમાં Paytmએ શૂન્ય ટકા ચાર્જ વાળા લેવડ દેવડ પ્લેટફોર્મની શરૂઆત નાના દુકાનદારો અને કારોબારીઓ માટે કરી હતી. તેનો ઉદ્દેશ નાના કારોબારીઓને પોતાના Paytm વોલેટ દ્વારા પેમેન્ટ સ્વીકારવા અને તે રકમને ફરી પોતાના બેંક ખાતામાં મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. તેના માટે Paytm કોઈપણ પ્રકારનો ચાર્જ લેતી ન હતી.
પેટીએમની પ્રતિસ્પર્ધી કંપની મોબિક્વિકે આ તકનો લાભ લેવાનો પ્રયત્ન કરતા ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉમેરવા પર કોઈ ચાર્જ નહીં લે જેના કારણે પેટીએમે આ નિર્મય પરત ખેંચવો પડ્યો છે.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ અને મોબાઈલ પેમેન્ટ સર્વિસ કંપની Paytmએ 24 કલાકની અંદર જ ફેરવી તોળ્યું છે. કંપનીએ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉમેરવા પર લગાવવામાં આવેલ 2 ટકા ચાર્જ પરત લીધો છે. કંપનીએ કહ્યું કે, 2 ટકા ચાર્જનો નિર્ણય ગ્રાહકની સુવિધાને ધ્યાનમાં રાખીને પરત લીધો છે.
પેટીએમ અનુસાર ગ્રાહકની સુવિઘાને ધ્યાનમાં રાખતા અમે ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉમેરવા પર 2 ટકા ચાર્જ હટાવી રહ્યા છે. અમને એ વાતની જાણ છે કે, ચાર્જ લગાવવાને કારણે અમારા અનેક યૂઝર્સને મુશ્કેલી થઈ, એમને પણ જે ક્રેડિટા કાર્ડનો ઉપયોગ ખોટી રીતે કરતાં ન હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -