Ideaનો 1GB 2G, 3G, 4G મોબાઈલ ડેટા મળશે હવે એક સરખી કિંમત પર, 31 માર્ચથી શરૂ થશે વેચાણ
ટુંકા ગાળામાં જ આઈડિયાની નવી નવી યોજનાઓને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આઈડિયા દ્વારા એક જ કિંમતે ટુજી, થ્રીજી અને ફોરજી મોબાઈલ ડેટાનું વેચાણ કરવામાં આવનાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈડિયા સેલ્યુલરના ચીફ માર્કેટીંગ ઓફિસર શશી શંકરનું કહેવું છે કે કસ્ટમરો રીચાર્જ કિંમતના આધાર ઉપર પોતાની પસંદગી કરી શકે છે. આઈડિયા દ્વારા ફ્રિડમ પેક સહિત અન્ય ઘણી બધી કેટેગરી બનાવવામાં આવી છે. આઈડિયાના પાન ઈન્ડિયા બ્રોડબેન્ડમાં ઘણી બધી ચીજોને આવરી લેવામાં આવી છે.
આઈડિયાની ફોરજી મોબાઈલ ડેટા સર્વિસ ટુજી સર્વિસ કરતા સસ્તી થઈ છે. આઈડિયા દ્વારા આશરે ૧૭૦ રૂપિયામાં એક મહિનાની વેલિડીટી સાથે ટુજી સર્વિસના વન જીબીનું વેચાણ કરે છે. જ્યારે ફોરજીની કિંમત ૧૨૩ રૂપિયા છે. અગાઉ હાઈ સ્પીડ ડેટા પ્લાન તેમના ડાઉનલોડ સ્પીડ ઉપર આધારીત ઉંચા હતા.
૩૧મી માર્ચ ૨૦૧૭ સુધી આની શરૂઆત કરવામાં આવનાર છે. હાલમાં આઈડિયા મોબાઈલ ઈન્ટરનેટ પ્લાન જુદા જુદા રેટ ઉપર ઉપલબ્ધ છે. માર્કેટમાં ગળાકાપ સ્પર્ધાના પરિણામ સ્વરૂપે આઈડિયા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિલાયન્સ જીઓ તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે હવે આ જાહેરાત કરાઈ છે.
એક નિવેદનમાં આઈડીયા દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. આઈડીયાએ કહ્યું છે કે, તેના દ્વારા વન જીબીના ઓપન માર્કેટ ડેટા રીચાર્જને મંજુરી આપવામાં આવશે. કોઈપણ વધારાની કિંમત વગર ટુજી, થ્રીજી અને ફોરજી નેટવર્ક ઉપર વન જીબી અને તેનાથી ઉપરના ડેટા પ્લાન વેચવામાં આવશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ ઓપરેટર Idea Cellular (આઈડિયા સેલ્યૂલર) પોતાના 2G, 3G અને 4G નેટવર્કમાં 1GB અને તેનાથી વધારેના મોબાઈલ ડેટા પ્લાનનું વેચાણ એકજ જ કિંમત પર કરશે. તેની શરૂઆત માર્ચના અંતથી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -