✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સ Jioને ટક્કર આપવા, idea, vodafone અને airtel લાવ્યા સસ્તા પ્લાન્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2017 07:54 AM (IST)
1

વોડાફોને બીજો 458 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ, ફ્રી રોમિંગ કોલ્સ, ડેઈલી 1 જીબી 3G/4G ડેટા, 70 દિવસ માટે મળશે.

2

વોડાફોન 196 રૂપિયાનો પ્લાન લાવ્યું છે. આ પ્લાન અંતર્ગત દેશભરમાં અનલિમિટેડ ફ્રી કોલ્સ, ફ્રી રોમિંગ, 1 જીબી 4G/3G ડેટા 28 દિવસ માટે આપી રહી છે. રુપિયા 349ના પ્લાનમાં તમામ લોકલ અને એસટીડી ફ્રી કોલ્સ, ફ્રી રોમિંગ કોલ્સ, ડેઈલી 2 જીબી 3G/4G ડેટા 28 દિવસ માટે મળશે.

3

ઉપરાંત આઈડિયાએ 499નો પ્લાન લોન્ચ કર્યો છે. આ વેબ એક્સક્લુઝિવ ઓફર અંતર્ગત 100 ટકા કેશબેકની સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ, રોજ 1 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે.

4

આઈડીયાના 357 રૂપિયાના પ્લાન અંતર્ગત વેબ એક્સક્લુઝિવ (ઓનલાઈન રિચાર્જ પર) 100 ટકા કેશબેક સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ તેમજ 1.5 જીબી ડેટા રોજ મળી રહ્યા છે.

5

આઈડિયાએ પણ જિયોને જવાબ આપવા માટે એક નવી ઓફર રજૂ કરી છે. જેમાં 357 કે પછી તેનાથી વધારેના તમામ અનલિમિટેડ પેક્સ પર 100 ટકા કેશબેક મળી રહ્યું છે. આ ઉપરાંત, પેટીએમ વોલેટથી રિચાર્જ કરાવવા પર 20 રુપિયાનું વધારાનું કેશબેક ઓફર કરાઈ રહ્યું છે.

6

ઉપરાંત એરટેલે 448 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ એરટેલના પ્રીપેડ ગ્રાહકોને 70 દિવસ માટે અનલિમિટેડ લોકલ તેમજ એસટીડી કોલ્સ, ફ્રી રોમિંગ, 100 મેસેજ પ્રતિ દિ અને 2 જીબી 3G/4G ડેટા ડેઈલી મળશે.

7

એરટેલ 199 રુપિયાની ઓફરમાં પ્રીપેડ ગ્રાહકોને 28 દિવસ માટે અનલિમિટેડ કોલ્સ, એસટીડી, રોમિંગ ઈનકમિંગ-આઉટગોઈંગ તેમજ રોજના ફ્રી 100 મેસેજ અને 1 જીબી 3G/4G ડેટા ડેઈલી મળશે.

8

નવી દિલ્હીઃ જિઓએ હાલમાં ક્રિસમસ ઉપર ન્યૂ યર ઓફર રજૂ કરી છે. જેમાં 199 અને 299 રૂપિયાની બે હેપી ન્યૂ યર 2018 પ્રીપેડ ઓફર્સ રજૂ કરી છે, જેમાં કસ્ટમર્સને પહેલા કરતા વધારે ડેટા મળશે. 199ના પ્લાનમાં કંપની ગ્રાહકોને રોજ 1.2 GB ડેટા આપશે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા ફ્રી મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. જ્યારે 299ના પ્લાનની વેલિડિટી પણ 28 દિવસ છે, અને તેમાં રોજનો બે જીબી ડેટા મળશે, સાથે કોલિંગ અને મેસેજિંગ ફ્રી રહેશે.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સ Jioને ટક્કર આપવા, idea, vodafone અને airtel લાવ્યા સસ્તા પ્લાન્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.