Reliance Jio બાદ હવે આઈડિયા સેલ્યૂલર લાવશે સસ્તો મોબાઈલ, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે કરી રહી છે કામ
ઉલ્લેખનીય છે કે, વિતેલા દિવસોમાં રિલાયન્સે 1500 રૂપિયાની સિક્યોરિટી ડિબોઝિટ લઈને ફ્રીમાં 4જી ફોન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ટેલીકોમ કંપની આઈડિયા સેલ્યૂલરે શુક્રવારે કહ્યું કે, મોબાઈલ ફોનની કિંમત ઘટાડવા માટે તે હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે કામ કરી રહી છે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રસ્તાવિત હેન્ડસેટ સબસિડીવાળો મોબાઈલ નહીં હોય.
ઉલ્લેખનીય છે કે, આદિત્ય બિરલા ગ્રુપની કંપની આઈડિયાનું મર્જર વોડાફોનમાં થવાનું છે. આઈડિયાના એમડી હિમાંશુ કપાનિયાએ વિશ્લેષકોને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કંપની મોબાઈલ હેન્ડસેટની કિંમત ઓછી કરવાની દિશામાં કામ કરી હી છે. કપાનિયાએ કહ્યું કે, કોઈ હેન્ડસેટ માટે આદર્શ કિંમત 2500 રૂપિયા હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -