✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IDFC બેંકે શરૂ કરી આધાર પે સર્વિસ, કોઈપણ વધારાનો ચાર્જ આપ્યા વગર માત્ર અંગૂઠાના નિશાનથી થશે ટ્રાન્ઝેક્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2017 03:01 PM (IST)
1

IDFC બેંકે દેશની પ્રથમ આધાર પે સિસ્ટમ લોન્ચ કરી છે. જેના દ્વારા કોઈપણ બેંકના તમારા બચત ખાતા મારફતે ખરીદી માટે પેમેન્ટ કરી શકાય છે. આ નવી સર્વિસમાં તમારે કોઈપણ વધારાનો સર્વિસ ચાર્જ કે વેપારીઓને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆરની ચૂકવણી નહીં કરવી પડે.

2

તમારે જ્યારે પેમેન્ટ કરવાનું હશે તો દુકાનદારના મોબાઈલ ફોન પર તમારો આધાર નંબર અને સામાનની કિંમત પંચ કરવાની રહેશે. ત્યાર બાદ સેન્સર પર તમારો અંગૂઠો મુકવાનો રહેશે, તેની મદદથી જ તમારી ઓળખ સાબિત થશે અને ઓળક સાબિત થયે તરત જ પેમેન્ટ થઈ જશે. પેમેન્ટ થઈ ગયા બાદ તમારા મોબાઇલ નંબર પર સૂચના આવી જશે કે નક્કી રકમ તમારા ખાતામાંથી કપાઈ ગઈ છે.

3

આ સર્વિસ માટે સૌથી વધારે જરૂરી છે કે તમારે તમારો આધાર નંબર યાદ રાખવો પડશે. સાથે જ દુકાનદાર પાસે એક સ્માર્ટફોન હોવો જરૂરી છે, આ સ્માર્ટફોન પર આઈડીએફસી બેંકની વિશેષ એપ ડાઉનલોડ કરવામાં આવશે. ફોનને એક નાનકડા બાયોમેટ્રિક સેન્સર સાથે જોડવામાં આવશે.

4

આઈડીએફસી બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રાજીવ લાલે જણાવ્યું કે, આવતા 36 મહિનામાં યોજના ઓછામાં ઓછા એક લાખ વેપારીઓને નવી પેમેન્ટ સિસ્ટમ પર લાવવાનો છે, અને હાં નાના વેપારીઓ એટલે કે તમારી પડોશમાં આવેલ કરિયાણાની દુકાનથી છે.

5

નવી દિલ્હીઃ જો તમારી પાસે રોકડ નથી અને નથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ સ્માર્ટફોન તો પણ તમે દુકાન પર જઈને તમારી પસંદ અનુસાર ખરીદી કરી શકો છો. ખાનગી ક્ષેત્રની નવી બેંક IDFC બેંકે આધાર પે પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમ આધાર નંબર દ્વારા જ કામ કરે છે. તમે દુકાન પર જઈને દુકાનદારને આધાર નંબર જણાવો. ત્યાર બાદ તમારો અંગૂઠો સ્વાઈપ મશીન પર લગાવો એટલે તરત જ તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે. આ પ્રકારની આધાર પે પેમેન્ટ સર્વિસ લોન્ચ કરનાર આઈડીએફસી બેંક દેશની પ્રથમ બેંક બની ગઈ છે.

  • હોમ
  • બિઝનેસ
  • IDFC બેંકે શરૂ કરી આધાર પે સર્વિસ, કોઈપણ વધારાનો ચાર્જ આપ્યા વગર માત્ર અંગૂઠાના નિશાનથી થશે ટ્રાન્ઝેક્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.