ડિજીટલનના નામે સરકાર-બેંકોને થશે અધધધ 26,000 કરોડની આવક, જાણો કેવી રીતે
આમા ૧૦ ટકા એટલે કે ૧૩.પ લાખ કરોડ રૂપિયા પ્લાસ્ટીક મની થકી ખર્ચાયા હતા. વર્તમાન દરમાં તેના પર ૦.પ ટકા ટ્રાન્ઝેકશન ચાર્જ લાગે છે. આ વર્ષે આપણે પ૧ લાખ કરોડ ડિજીટલ લેવડ-દેવડ કરવાના છીએ. કન્ઝયુમર ખર્ચમાં વાર્ષિક ૧ર ટકા ગ્રોથ થઇ રહ્યો છે આ હિસાબથી ર૦૧૭માં કન્ઝયુમર ખર્ચ લગભગ ૧૭૦ લાખ કરોડ થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસ્ટર કાર્ડના રિપોર્ટ મુજબ ભારતમાં કરન્સીની વાર્ષિક કોસ્ટ લગભગ ર૧૦૦૦ કરોડ છે એટલે કે ગ્રાહક ડિજીટલ ટ્રાન્ઝેકશન પર જે ચાર્જ ચુકવશે તે કરન્સી પર સરકાર અને બેંકના કુલ ખર્ચથી વધુ હશે. ર૦૧પમાં ભારતનો કન્ઝયુમર ખર્ચ ૧ર૦ લાખ કરોડ હતો. ફિક્કી અને પીડબલ્યુસીના જણાવ્યા પ્રમાણે આમા ૧ર ટકાનો ગ્રોથ છે એટલે કે ર૦૧૬માં તે ૧૩પ લાખ કરોડ રૂપિયા થઇ ગયો હતો.
નવી દિલ્હીઃ ડિજીટલ ટ્રાન્ઝેક્શન અથવા ડિજિટલી લેવડદેવડના નામે સરકાર અને બેંકોને અધધધ 26 હજાર કરોડ રૂપિયાની આવક થશે. આ રકમ ગયા વર્ષ કરતાં ચાર ગણી વધારે હશે. નોટબંધી પહેલા 90 ટકા વ્યવહારો રોકડમાં થતા હતા અને 10 ટકા ડિજીટલ થતા હતા. હવે 30 ટકા વ્યવહારો ડિજીટલ થવાની શક્યતા છે. ગયા વર્ષે ગયા વર્ષે ડિજીટલ ટ્રાન્ઝેક્શન થકી રૂ.૬૭પ૦ની આવક થઈ હતી. આ રકમ સરકારે અને બેંકોએ વિવિધ ચાર્જ થકી વસુલાત કરી હતી.
નોટબંધીના કારણે આ વર્ષે ૩૦ ટકા ટ્રાન્ઝેકશન ડિજીટલ થશે એટલે કે પ૧ લાખ કરોડ રૂપિયા. જેના પર ૦.પ ટકાથી હિસાબથી ટ્રાન્ઝેકશન ચાર્જ લાગશે એટલે કે સરકાર આપણી પાસેથી ર૬૦૦૦ કરોડ રૂપિયાની ફી વસુલ કરશે. બેંકો આપણી પાસેથી કાર્ડથી ખરીદી પર એમડીઆર લ્યે છે, બ્રાન્ચમાં એક સીમાથી વધુ લેવડ-દેવડ પર ચાર્જ, એટીએમમાં વધુ લેવડ-દેવડ પર ચાર્જ અને મીનીમમ બેલેન્સ નહી રાખવા પર ચાર્જ, ઓનલાઇન ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસુલવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -