માતા સિંગલ પેરેન્ટ હશે તો પાનકાર્ડ અરજીમાં પિતાનું નામ નહીં જણાવવું પડે, જાણો વિગત
પાનકાર્ડ અરજીના વર્તમાન નિયમમાં પિતાનું નામ આપવું ફરજિયાત છે. મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પણ આ નિયમ બદલવાની સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે જો નિયમમાં ફેરફાર કરવામાં આવે તો એકલી રહેતી મહિલાઓના બાળકોને ઘણી સરળતા રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCBDTનાં જણાવ્યા મુજબ, જેમની માતા સિંગલ પેરેન્ટ છે તેમના માટે ફોર્મ્સમાં વિકલ્પ આપવામાં આવશે. આવા લોકો હવે પેરેન્ટની જગ્યાએ માતાનું નામ લખીને PAN માટે અરજી કરી શકશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આઈટી કાનૂનની કલમ 114માં ફેરફાર માટે એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈની માતા સિંગર પેરેન્ટ છે તો પાનકાર્ડની અરજીમાં પિતાનું નામ બતાવવું ફરજિયાત ન હોવું જોઈએ. ટેક્સ ડિપાર્ટમેન્ટને પાનકાર્ડના અરજી ફોર્મમાં પિતાનું નામ ન જણાવવાની છૂટ હોવી જોઈએ તેવી ઘણી અરજી મળી હતી.
નવી દિલ્હીઃ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાન કાર્ડને લઈ એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ જે લોકોની માતા સિંગલ પેરેન્ટ હોય તેમના માટે પાન કાર્ડની અરજી દરમિયાન પિતાનું નામ જણાવવું ફરજિયાત નહીં હોય. આ નિયમ 5 ડિસેમ્બર, 2018થી લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -