✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિલ્ડરોએ નવા પ્રોજેક્ટમાં ક્યા કાયદાનું કરવું પડશે પાલન? ગુજરાતમાં અમલી બનેલા આકરા કાયદાની જોગવાઈઓ વિશે જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2016 12:52 PM (IST)
1

રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ, 2016 છેવટે કાયદો બન્યા બાદ ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું જેણે આ કાયદો લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, 30 ઓક્ટોબર સુધીમાં દરેક રાજ્યએ પોતાના રાજ્યમાં રિયલ એસ્ટેટ બિલ નોટિફાઈ કરવાનું હતું પરંતુ ગુજરાને બાદ કરતા અન્ય તમામ રાજ્ય આ બિલને નિયમ તારીખ સુધીમાં લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગુજરાતે નિયત તારીખના એક દિવસ પહેલા આ કાયદાને લાગુ કર્યો છે. આગળ વાંચો જો તમે બિલ્ડર છો તો ગુજરાતમાં બનેલા આ આકરા કાયદા વિશે જાણવું જરૂરી છે.

2

બિલ્ડરે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બિલ્ડર/ડેવલપરે પ્રોજેક્ટનો વીમો લેવો પડશે.

3

બિલ્ડરે/ડેવલપરે લોકો પાસેથી ઘર વેચવા માટે લીધેલી કુલ રકમમાંથી 70 ટકા રકમ એક અલગ ખાતામાં જમા કરાવવાની રહેશે. પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યાના 3 મહિનાની અંદર આ રકમ અલગ ખાતામાં જમા કરાવવાની રહેશે. પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેની તબક્કાવાર સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે.

4

વેચવામાં આવનાર ઘરની સાઈઝ (કાર્પેટ એરિયા આધારિત) જાહેર કરવાની રહેશે. પહેલા કોઈ અન્ય આધારે વેચેલા ઘરના આકારની વિગતો પણ આપવી પડશે. ડેવલપરે ઓપન અને ક્લોસ પાર્કિંગ એરિયાની વિગતો પણ આપવી પડશે.

5

વેબસાઈટ પર કેટલા ફ્લેટ છે, કેવા પ્રકારના ફ્લેટ છે, કેટલા પ્લોટ છે, બુક્જ ગેરેજ, ફોટોગ્રાફ સાથે ફ્લોર અનુસાર પ્રોજેક્ટનું સ્ટેટસ, ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ એરિયાના બાંધકામનું સ્ટેટસની તસવીર સાથેન વિગતો અપલોડ કરવાનીરહેશે.

6

દરેક ક્વાર્ટના અંતે એક્સપાયરી થયાના 15 દિવસ પહેલા મળેલ મંજૂરીની વિગતો, રીસીપ્ટની સંભવિત તારીખ, મંજૂર પ્લાનમાં સુધારા વધારા અને સક્ષમ અધિકારી દ્વારા મંજૂર થયેલ વિગતોની જાણકારી આપવાની રહેશે.

7

રિયલ એસ્ટેટ ફર્મના પ્રમોટર્સે PAN cardની કોપી, ઓડિટેડ વાર્ષિક હીસાબો, છેલ્લા ત્રણ વર્ષના ઓડિટર્સના રીપોર્ટ, લિગલ ટાઈટલ ડીડની પ્રમાણિત નકલ, જો પ્રમોટર્સ પ્લોટના માલિક ન હોયતો કરારની વિગતો સહિતની માહિતી પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન વખતે આપવાની રહેશે. હવે બિલ્ડર્સે આવકની વિગતો ડિસ્ક્લોસ કરવાની નહીં રહે. પ્રોજેક્ટના રજિસ્ટ્રેશનની ફી અડધી કરવામાં આવી છે.

  • હોમ
  • બિઝનેસ
  • બિલ્ડરોએ નવા પ્રોજેક્ટમાં ક્યા કાયદાનું કરવું પડશે પાલન? ગુજરાતમાં અમલી બનેલા આકરા કાયદાની જોગવાઈઓ વિશે જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.