બિલ્ડર સમયસર પઝેશન ના આપે તો ગ્રાહક શું કરી શકે ? ગુજરાતમાં અમલી બનેલા આકરા કાયદાની જોગવાઈઓ વિશે જાણો
બિલ્ડર/ડેવલપર દ્વારા પ્રોજેક્ટ અને કંપની વિશે તમામ જાણકારી જાહેર કરવામાં આવીત હોવાથી આ બિલથી પારદર્શિતા વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘર વેચાવમાં બિલ્ડર કોઈની પણ સાથે ભેદભાવ નહીં રાખી શકે. કોઈપણ જાતની ફરિયાદ થવા પર રિયલ એસ્ટેટ ઓથોરિટી અને એપલેટે ટ્રિબ્યૂનલે 60 દિવસમાં તેનો નિવેડો લાવવો પડશે.
બિલ્ડર સ્પેશિયલ એકાઉન્ટમાંથી જેમ જેમ પ્રોજેક્ટ પૂર્ણ થતો જાય તેમ તેમ જ રકમનો ઉપાડ કરી શકશે. એટલે કે કામ બાકી હોય તો બિલ્ડર સંપૂર્ણ રકમ ખાતામાંથી ઉપાડી નહીં શકે.
ખરીદદાર ડેવલપર્સને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો બાકી રકમ પર SBIના માર્જિનલ કોસ્ટ રેટ (વ્યાજ દર) પ્લસ 2 ટકા વ્યાજ ચૂકવવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ડેવલપર્સને હપ્તો ચૂકવવામાં મોડું થતું તો તે ખરીદદાર પાસેથી 15થી 18 ટકા જેટલું ઊચું વ્યાજ વસુલતા હતા.
ખરીદદાર રીફંડ અને વળતર માટે માગણી કરી શકે છે. આ રીફંડ અને વળતર પર SBIના માર્જિનલ કોસ્ટ રેટ (વ્યાજ દર) પ્લસ 2 ટકા સાથે વ્યાજ પણ મળશે. ક્લેમ કર્યાના 45 દિવસની અંદર બિલ્ડરે નાણાં પરત કરવા પડશે.
રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ, 2016 છેવટે કાયદો બન્યા બાદ ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું જેણે આ કાયદો લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, 30 ઓક્ટોબર સુધીમાં દરેક રાજ્યએ પોતાના રાજ્યમાં રિયલ એસ્ટેટ બિલ નોટિફાઈ કરવાનું હતું પરંતુ ગુજરાને બાદ કરતા અન્ય તમામ રાજ્ય આ બિલને નિયમ તારીખ સુધીમાં લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગુજરાતે નિયત તારીખના એક દિવસ પહેલા આ કાયદાને લાગુ કર્યો છે. આગળ વાંચો જો તમે ગુજરાતમાં ઘર ખરીદવા જાવ છો તો તમારે શું જાણવું જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -