ગુજરાતમાં હવે બિલ્ડર સમયસર પ્રોજેક્ટ પૂરો ના કરે તો શું થશે, ગ્રાહકને આપવું પડશે કેટલું વળતર, નવા કાયદા વિશે જાણો
જેમને ફાળવણી થશે તેમણે પણ એગ્રીમેન્ટ પ્રમાણે નાણાં જમા કરાવવા પડશે અને વિલંબ થાય તો વ્યાજ આપવું પડશે. ફાળવણી થઈ હોય તેમની પાસેથી લેવાયેલા નાણાંનો એક હિસ્સો અનિવાર્યપણે એક અલગ બેન્ક ખાતામાં જમા કરાવવાના રહેશે જેથી આ નાણાં રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટમાં પણ ઉપયોગમાં લેવાશે તે સુનિશ્વિત થઈ શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિલ્ડરોને પોતાના રજિસ્ટ્રેશન સાથે પ્રોજેક્ટ, જમીનનું સ્ટેટસ, કાયદાકીય મંજુરી અને કોન્ટ્રાકટની શરતો જાહેર કરવાની રહેશે. બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાના મંજુર થયેલા પ્લાન અને પ્રોજેક્ટના વિવરણ પ્રમાણે કામ કરવાનું રહેશે. ડિફોલ્ટર થવાની સ્થિતિમાં રોકાણકારોને નાણાં પાછા આપવાના રહેશે.
રાજ્ય સરકારોને પ્રદેશમાં રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરવાની રહેશે જેને કેટલાક વિશેષ અધિકારીઓ અને જવાબદારીઓ અપાશે. ડેવલપર અને બિલ્ડર્સે પ્લોટ અથવા ફ્લેટ વેચતા પહેલા રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
કેન્દ્રનો કાયદો ૯૦ ટકા ગ્રાહકની તરફેણમાં છે, જેમાં ગ્રાહકો પ્રત્યે વધુ ધ્યાન રાખવામાં આવ્યું છે પરંતુ લાંબા ગાળે આ કાયદો બિલ્ડરો માટે સારો છે. આ કાયદામાં રિઅલ એસ્ટેટને એક ઇન્ડસ્ટ્રી તરીકેનો દરજજો અપાઈ રહ્યો છે. જે ફુલટાઈમ બિલ્ડર છે તેના માટે આ કાયદો સારો છે. પરંતુ પાર્ટટાઇમ બિલ્ડર માટે આ કાયદો થોડો અઘરો છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો...આ કાયદામાં ક્યા કયા અધિકાર મળશે?
આ કાયદામાં કડક જોગવાઈ કરવામાં આવી છે, જેમાં બિલ્ડરોની ગ્રાહક પ્રત્યેની જવાબદારી નક્કી કરાઈ છે જેના કારણે ગ્રાહક સરળતાથી છેતરાઈ શકશે નહીં. આ ઉપરાંત બિલ્ડરે પોતાના પ્રોજેક્ટ લોન્ચ કરતા પહેલાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઓથોરિટી તમામ રાજ્યોમાં બનાવવામાં આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ જ બિલ્ડર જાહેરાત કે બુકિંગ લઈ શકશે. આ કાયદો આવવાના કારણે બિલ્ડર અને ગ્રાહક વચ્ચેનો વિવાદ મોટા ભાગે પૂરો થઈ જશે. બિલ્ડરે નવા પ્રોજેક્ટની તમામ માહિતીની સાથોસાથ જમીનની છેલ્લી સ્થિતિ, પ્લાનની મંજુરી, ક્યારે મકાન અપાશે અને ક્યારે પ્રોજેક્ટ પૂર્ણ કરાશે તેની વિગત જાહેર કરવાની રહેશે.
રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ, 2016 છેવટે કાયદો બન્યા બાદ ભારતમાં રહેઠાણ ખરીદનારના હિતોનું રક્ષણ કરવા નિયમો બનાવવાની અને સંસ્થાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પ્રોપર્ટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રિયલ એસ્ટેટ કાયદો યોગ્ય દિશાનું પગલું ગણાવ્યું છે.
Housing and Urban Poverty Alleviation મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશો માટે સોમવારે મોટિફિકેશન દ્વારા આ કાયદો લાગુ કર્યો હતો જોકે, અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય કે જે દિલ્હી માટે જવાબદાર છે તે ડેડલાઈન ચૂકી ગયું છે. સરાકારી સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ આ કાયદા માટે નિયમ ઘડી કાઢ્યા છે પરંતુ હાલ તેના લાગુ કરવામાં આવ્યા નથી. જોકે હરિયાણા ઉપરાંત ભાજપ શાસિત રાજ્ય દ્વારા મુખ્ય સચિવને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરિ ઓથોરિટીના વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં ત્યાં પણ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. જોકે સૂત્રોએ જણાવ્યું નિયમો સૂચિત કરવામાં આવ્યા નથી ત્યારે આ પ્રકારની કવાયતનો કોઈ મતલબ નથી.
નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ, 2016 છેવટે કાયદો બન્યા બાદ ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું જેણે આ કાયદો લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, 30 ઓક્ટોબર સુધીમાં દરેક રાજ્યએ પોતાના રાજ્યમાં રિયલ એસ્ટેટ બિલ નોટિફાઈ કરવાનું હતું પરંતુ ગુજરાને બાદ કરતા અન્ય તમામ રાજ્ય આ બિલને નિયમ તારીખ સુધીમાં લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગુજરાતે નિયત તારીખના એક દિવસ પહેલા આ કાયદાને લાગુ કર્યો છે.
બિલ્ડર અને જેમને ફાળવણી થાય તેમની વચ્ચે કોઈપણ પ્રકારના વિવાદનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રિઅલ એસ્ટેટ અપીલેટ ટ્રિબ્યૂનલની રચના કરવામાં આવશે. પોલિસી, ગ્રાહકના અધિકારોનું રક્ષણ અને રિઅલ એસ્ટેટના વિકાસ તેમજ વૃદ્ધિ માટે કાઉન્સિલ ભલામણ કરશે. જે મુદ્દાઓ ઓથોરિટી અને ટ્રિબ્યૂનલને પાવર મળેલા હશે તે કેસોને સિવિલ કોર્ટમાં લઈ જવા પર મનાઈ ફરમાવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -