SBIમાં એકાઉન્ટ છે તો જાણી લો આ બે નવા નિયમ, થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગત
આ ઉપરાંત એસબીઆઈએ નેટબેંકિંગનો વપરાશ કરતાં ગ્રાહકોને એક મોટી ગિફ્ટ પણ આપી છે. એસબીઆઇના કસ્ટમર હવે માત્ર પાંચ મિનિટમાં તેનું એકાઉન્ટ બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી શકશે. આ માટે કસ્ટમર ઓનલાઇન બેંકિંગનો વપરાશ કરતાં હોવા જરૂરી છે. જે ગ્રાહકોનું કેવાયસી અપડેટ હશે અને મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેઓ નેટબેંકિંગ દ્વારા આ સેવાનો લાભ લઈ શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરબીઆઈ દ્વારા 3 મહિના પહેલા બેંકોને 1 જાન્યુઆરી, 2019થી નોન સીટીએસ ચેક બુકનો ઉપયોગ બંધ કરવા સૂચના આપી હતી. આરબીઆઈના નિર્દેશનું પાલન કરીને બેંક આવી ચેક બુકો બંધ કરવા જઈ રહી છે. એસબીઆઇ ઉપરાંત પંજાબ નેશનલ બેંકે પણ જૂની ચેક બુકનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય સ્ટટે બેંક તેની બે સેવામાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. બેંક ચેકબુક અને બેંક ખાતાને લઈ મોટો બદલાવ કરી છે. એસબીઆઈના ગ્રાહકો 12 ડિસેમ્બરથી જૂની ચેક બુકનો ઉપયોગ નહીં કરી શકે. આ માટે એસબીઆઇ તરફથી જૂની ચેક બુક સરેન્ડર કરવા અને નવી ચેક બુક લેવા માટે ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -