માત્ર 339 રૂપિયામાં BSNL આપશે 56GB હાઈ સ્પીડ ડેટા, કરી શકશે અનલિમિટેડ કોલ્સ
માત્ર 339 રૂપિયામાં રોજ 2જીબી ડેટા સાંભલીને પ્લાન સારો લાગી રહ્યો છે પરંતુ તેમાં કેટલીક શરતો પણ છે. આ પ્લાન અંતર્ગત બીએસએનલ યૂઝર્સ અન્ય નેટવર્ક પર રોજ માત્ર 25 મિનિટ જ ફ્રીમાં વાત કરી શકશે. ત્યાર બાદ 25 પૈસા પ્રતિમિનિટ ચાર્જ લાગશે. BSNL આ પ્લાન્સને પ્રમોશન ઓફર્સ અંતર્ગત લોન્ચ કરશે જે 90 દિવસ માટે માન્ય રહેશે. ત્યાર બાદ કંપની તેમાં ફેરફાર કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર કંપની પોતાના ઉપરોક્ત બન્ને પ્લાન્સને અપગ્રેડ કરી શકે છે. તેમાં 99 રૂપિયા અંતર્ગત 500 એમબી ડેટા અને સમગ્ર દેશમાં BSNLથી BSNL અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવશે. તેની વેલિડિટી 28 દિવસની રહેશે. સાથે જ 339 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત 2 જીબી ડેટા પ્રતિદિવસ અને અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધા આપવામાં આવશે.
BSNLએ ડિસેમ્બર 2016માં બે પ્લાન લોન્ચ કર્યા હતા. પ્રથમ પ્લાન 99 રૂપિયાનો છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ગ્રાહક BSNLથી BSNL અનલિમિટેડ ફ્રી કોલ અને 300 એમબી ડેટા મેળવી શકસે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. બીજો પ્લાન 339 રૂપિયાને છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલની સાથે 28 દિવસ માટે 1 જીબી ડેટા આપવામાં આવશે. તેની સાથે જ સમગ્ર દેશમાં રોમિંગ ફ્રી મળશે. અહેવાલ અનુસાર આ પ્લાન્સમાં મોટા ફેરફાર કરવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી ટેલીકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પણ હવે પ્રાઈસ વોરમાં ઝંપલાવ્યું છે. અન્ય કંપનીઓની ઓફર બાદ BSNL જિઓથી પણ ધમાકેદાર ઓફર લાવવાની તૈયારીમાં છે. તે અંતર્ગત યૂઝર્સને માત્ર 339 રૂપિયામાં રોજના 2જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. એટલું જ નહીં અનલિમિટેડ વોયસ કોલિંગ પણ આપવામાં આવશે. મીડિયા અહેવાલ અનુસાર કંપની આવતા 2-3 દિવસમાં પ્લાનને બજારમાં ઉતારી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -