✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે PANને આધાર સાથે આ રીતે કરો લિંક, આવકવેરા વિભાગે શરૂ કરી નવી ઈ-ફેસેલિટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 May 2017 08:20 AM (IST)
હવે PANને આધાર સાથે આ રીતે કરો લિંક, આવકવેરા વિભાગે શરૂ કરી નવી ઈ-ફેસેલિટી
1

તેના માટે સૌથી પહેલા ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમપેજ પર આપવામાં આવેલી લિન્કને ક્લિક કરવાની રહેશે. નવું પેજ ખુલ્યા બાદ તેમાં આધાર નંબર અને પાન નંબરની સાથે આધાર કાર્ડના હિસાબથી પોતાના નામની ડિટેલ આપવાની રહેશે. બાદમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ડિટેલનું વેરીફીકેશન કરવામાં આવશે. બધુ મળતું હશે તો આધાર અને પાન કાર્ડનું લિન્કીંગ કન્ફોર્મ કરવામાં આવશે.

2

ફાઈનાન્સ એકટ 2017 અંતર્ગત સરકારે ઈન્કમ ટેકસ રિટર્ન ( આઈટીઆર ) ફાઈલ કરવા માટે ટેકસપેયરના આધાર કે આધાર એપ્લિકેશન ફોર્મનું એનરોલમેન્ટ આઈડી આપવું અનિવાર્ય કર્યું છે. 1 જુલાઈ 2017થી પરમનન્ટ એકાઉન્ટ નંબર (પાન) કાર્ડ બનાવવા માટે આધાર નંબર આપવાનું ફરજિયાત થશે.

3

એડવાઈઝરીના જણાવ્યા અનુસાર, આધારને પાનથી લીન્ક કરવા માટે હવે આઈટી ડિપાર્ટમેન્ટની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રજિસ્ટર્ડ કરવા કે લોગઈન કરવાની જરૂરિયાત રહેશે નહિ. આ ફેસિલિટીનો ઉપયોગ દરેક વ્યક્તિ તેના આધારને પાન સાથે લિન્ક કરવા માટે કરી શકે છે.

4

આધાર કાર્ડમાં લખવામાં આવેલા નામમાં કોઈ પણ પ્રકારની ભુલ માટે આધાર ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) જરૂરી હશે. ઓટીપી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે લિન્ક કરવા માટે પાન અને આધાર પર ડેટ ઓફ બર્થ અને જેન્ડર એક જ હોવી જોઈએ.

5

આઈટી ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં પાન ડેટાબેસમાંથી 1.18 કરોડથી વધુ આધારને લિન્ક કરી દીધા છે. યુઆઈડીએઆઈ દ્વારા ભારતના નાગરિકોને આધાર ઈસ્યુ કરવામાં આવે છે. પાન 10 ડિજિટ અલ્ફન્યુમેરિક નંબર છે, જેને આઈટી ડિપાર્ટમેન્ટ કોઈ વ્યક્તિ, ફર્મ કે કંપનીને લેમિનેટેડ કાર્ડના સ્વરૂપમાં ઈસ્યુ કરે છે.

6

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે PANને આધાર સાથેલિંક કરવા માટે નવી ઈ-ફેસેલિટી શરૂ કરી છે. તેના માટે વિભાગે ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમ પેજ પર નવી લિંક https://incometaxindiaefiling.gov.in આપી છે. માટે હવે કોઈપણ વ્યક્તિ માટે આધાર અને પાનને એકબીજા સાથે લિંક કરવાનું સરળ થઈ જશે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે PANને આધાર સાથે આ રીતે કરો લિંક, આવકવેરા વિભાગે શરૂ કરી નવી ઈ-ફેસેલિટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.