સેફ્ટી ટેસ્ટમાં નિષ્ફળ રહી રેનો ડસ્ટર, મળ્યું ઝીરો રેટિંગ
ગ્લોબલ NCAPએ ઇશ્યુ કરેલા નિવેદનમાં જણાવ્યું કે એરબેગની સાઇઝમાં તફાવત હોવાથી પ્રોટેક્શનમાં પણ તફાવત છે. ભારતીય ડસ્ટરમાં ડ્રાઇવરનું માથું એરબેગના સેન્ટરમાં આવતું નથી, જે હોવું જોઇએ. તેના કારણે તેની સીટ સ્ટીયરિંગ વ્હીલ પર લાગે છે અને તેના કારણે તેને ઇજા થવાનું જોખમ વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોબલ NCAPએ 2015માં લેટિલ NCAP માટે કરેલા સિંગલ એરબેગ ડસ્ટર વર્જનને બદલવાનો પણ નિર્ણય કર્યો. લેટિલ NCAP ટેસ્ટમાં તેને 4 સ્ટાર અપાયા હતા. ગ્લોબલ NCAPને જણાયું કે ભારતીય ડસ્ટર એરબેગ લેટિન અમેરિકન ડસ્ટરની સરખામણીમાં નાના છે.
રેનોએ NCAPને સિંગલ ડ્રાઇવર એરબેગ સાથે સમાન એસયુવી વર્જનનો ટેસ્ટ કરવા પણ જણાવ્યું હતું. આ ટેસ્ટમાં એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 3 સ્કોર અને ચાઇલ્ડ પ્રોટેક્શન માટે 2 સ્ટાર આપવામાં આવ્યા છે.
ક્રેશ ટેસ્ટમાં બતાવવામાં આવ્યું છે કે એરબેગ્સની ઊણપના કારણે ડ્રાઇવરને થનારી ઇજા ખૂબ વધુ હશે. જ્યારે ડસ્ટરના આ વેરિયન્ટને રીયલ સીટ ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે બે સ્ટાર આપવામાં આવ્યા છે. મેન્યુફેક્ચરરની રીક્વેસ્ટ પર ગ્લોબલ NCAPએ ડસ્ટરના હાયર વેરિયન્ટનો પણ ક્રેશ ટેસ્ટ કર્યો છે. જેમાં ડ્રાઇવર એરબેગ ઓપ્શન છે.
નવી દિલ્હીઃ બ્રિટનની ગ્લોબલ એનસીપીએ (ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ)એ રેનો ડસ્ટરના શરૂઆતના મોડલનો સેફ્ટી ટેસ્ટ કરાવ્યો હતો. આ સેફ્ટી ટેસ્ટમાં ડસ્ટરને 0 સ્ટરા મળ્યા છે. આ 0 સ્ટાર ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ માટે મળ્યા છે. જ્યારે પાછલી સીટ પર બાળકોની સેફ્ટીની દૃષ્ટિએ તેને 2 સ્ટાર મળ્યા છે. આ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે, એરબેગ ન હોવાને કારણે અકસ્માત થવા પર ગાડીના ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જરને ગંભીર ઈજાઓ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -