Snapdeal વેચવા માટે સોફ્ટબેંકને મળી નેક્સસ વેન્ચર્સની મંજૂરી, ટૂંકમાં સમયમાં થશે જાહેરાત
જ્યારે નેક્સસ અંદાજે 10 ટકા અને કલારી 8 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ વચ્ચેનો આ સોદો જો સફળ રહેશે તો તે ભારતીય ઈ કોમર્સ ક્ષેત્રે સૌથી મોટું એક્વિઝન બની રહેશે. એટલું જ નહીં પરંતુ તેનાથી દેશના ઈ કોમર્સ ક્ષેત્રે કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધાને પગલે વ્યાપક ફેરફારો જોવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકલારીને અંદાજે આ સોદા અંતર્ગત 7 8 કરોડ ડોલર મળશે. ગત ફેબ્રુઆરી,2016માં થયેલા છેલ્લાં ફંડિગ રાઉન્ડ દરમિયાન સ્નેપડીલનું મૂલ્ય 6.5 અબજ ડોલર અંકાયુ હતું. જોકે ત્યાર પછી તેના મૂલ્યમાં સતત ઘટાડો જોવાયો છે. બજારના નિષ્ણાતોના મતે આ સંભવિત સોદામાં સ્નેપડીલનું મૂલ્ય આશરે 1 અબજ ડોલર જેટલું અંકાય તેવી શક્યતા છે. નિયમનકારી ફાઈલિંગ અનુસાર સોફ્ટબેન્ક હાલમાં સ્નેપડીલમાં 30 ટકા હિસ્સો ધરાવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સ્નેપડીલ સાથે આ મામલે ચાલુ સપ્તાહ દરમિયાન ટર્મ શીટ પર હસ્તાક્ષરની કામગીરી પૂર્ણ કરી દેવાશે, તથા ત્યારબાદ તરત ડ્યુ ડિલિજન્સની કામગીરી શરૂ કરી દેવાશે. સ્નેપડીલના દરેક સ્થાપકને આશરે 2.5 કરોડ ડોલર (આશરે રૂપિયા 161,03,57,500) મળશે, જ્યારે એનવીપીને અંદાજે 10 કરોડ ડોલર ઉપરાંત મર્જ્ડ/નવી કંપનીમાં હિસ્સો મળશે.
ઘટનાક્રમથી વાકેફ સૂત્રોના જણાવ્યાં અનુસાર સોફ્ટબેન્ક દ્વારા સૂચવવામાં આવેલા સ્નેપડીલના વેલ્યુએશનથી એનવીપી સંતુષ્ટ નહીં હોવાથી બંને વચ્ચે છેલ્લાં કેટલાંક સપ્તાહોથી સઘન વાટાઘાટો ચાલી રહી હતી. અંતે એનવીપીને સમજાવવામાં સોફ્ટબેન્કને સફળતા મળતાં હવે તે સ્નેપડીલના વેચાણની કામગીરીમાં આગળ વધશે.
નવી દિલ્હીઃ જાપાનની સોફ્ટબેંકે સ્નેપડીલને ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને વેચવા માટે પોતાના સહ રોકાણકાર નેક્સસ વેન્ચર્સ પાર્ટનર્સ (NVP)ની મહત્ત્વપૂર્ણ મંજૂરી મેળવી લીધી છે. સ્નેપડીલમાં સોફ્ટબેંક સૌથી મોટી શેર હોલ્ડર છે. વિતેલા મહિને સ્નેપડીલના સંસ્થાપકોએ પણ સોફ્ટબેંકને વેચાણ માટે આગળ વધવાની મંજૂરી આપી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -