✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અર્થતંત્રમાં મંદીના ભણકારાઃ GDP ત્રણ વર્ષના તળિયે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2017 06:58 AM (IST)
1

ડેટા મુજબ કૃષિ અને જાહેર વહીવટી તંત્ર સિવાય તમામ સેકટરનો દેખાવ જારી કરવામાં આવ્યો છે. કૃષિ, વન્ય, ફિશીંગમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૪.૧ ટકાનો આંકડો રહી શકે છે. બીજી બાજુ માઈનીંગમાં ૧.૮ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. મેન્યુફેકચરીંગમાં ગ્રોથ ૯.૩ ટકાથી ઘટીને ૭.૪ ટકા થઈ શકે છે. જ્યારે કન્સ્ટ્રકશનમાં ગ્રોથ ૩.૯ ટકાથી ઘટીને ૨.૯ ટકા થઈ શકે છે. આંકડા મુજબ ૨૦૧૬-૧૭ દરમિયાન પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રીય આવક ૧૦૩૦૦૭ રૂપિયા રહી છે તેમાં ૧૦.૪ ટકાનો વધારો નોંધાયો છે.

2

૨૦૧૬-૧૭ દરમિયાન જીડીપી ગ્રોથ ૭.૧ ટકા રહી શકે છે જે ૨૦૧૫-૧૬માં ૭.૬ ટકા રહ્યો હતો. રાષ્ટ્રીય આવક અંગે સીએસઓનો અંદાજ રિઝર્વ બેંકના અંદાજ મુજબ જ રહ્યો છે જે જીડીપીના ગ્રોથ કરતા ઓછો દર્શાવવામાં આવ્યો છે. વેલ્યુની દૃષ્ટીએ ગ્રોસ વેલ્યુએડેડનો આંકડો ૧૧૧.૫૩ લાખ કરોડનો રહ્યો છે.

3

રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદથી તેની અસર આંશિક રીતે જોવા મળી છે પરંતુ તેની સીધી અસર જોવા મળી નથી. માત્ર સાત મહિના માટેના સેકટર આંકડા ઉપર આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. વાસ્તવિક જીડીપી અથવા તો ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (જીડીપી)ને લઈને હજુ પણ ચર્ચા જોવા મળી રહી છે.

4

રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મુકાયા બાદ તેની પણ આંશિક અસર અર્થતંત્ર પર જોવા મળશે. જોકે વધારે અસર તેની રહેશે નહીં. નોટબંધી બાદ જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે મેન્યુફેકચરીંગ, માઈનીંગ અને કન્સ્ટ્રકશન સેકટરમાં ગ્રોથમાં ઘટાડો જોવા મળશે. આ તમામ ક્ષેત્રોમાં મંદી રહેશે. સેન્ટ્રલ સ્ટેટીસ્ટીક્સ ઓફિસ (સીએસઓ)ના વડા ટીસીએ અનંત દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે જુદા જુદા પાસામાં ચકાસણી કરવામાં આવી છે અને આ આંકડા નવેમ્બર મહિના માટે ઉપલબ્ધ થયા છે.

5

નવી દિલ્હીઃ વર્ષ 2016-17માં જીડીપીનો વિકાસ દર વિતેલા વર્ષની સરખામણીએ 7.6 ટકાથી ઘટીને 7.1 ટકા રહેવાનો અંદાજ છે. ચીફ સ્ટેટીસ્ટીક્સ ટીસીએ અનંદે શુક્રવારે આ આંકડા જારી કર્યા. નાણાં મંત્રાલયમાં આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે કહ્યું કે, આવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારત પર પણ તેની અસર પડી છે.

  • હોમ
  • બિઝનેસ
  • અર્થતંત્રમાં મંદીના ભણકારાઃ GDP ત્રણ વર્ષના તળિયે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.