Jioને ટક્કર આપવા Vodafone લાવ્યું નવી ઓફર, મળશે અનલિમિટેડ કોલ્સ અને વધારે ડેટા
આમ તો વોડાફોન ૩૪૮ રૂપિયાના માસિક રિચાર્જમાં ફ્રી અનલિમિટેડ નેશનલ કોલિંગ એટલે કે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા આપી રહી છે, પરંતુ આ ઓફર અંતર્ગત ગ્રાહકોને ફકત ૨૫૫ રૂપિયામાં ૨૮ દિવસ માટે અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ સુવિધા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નવી ઓફર અંતર્ગત વોડાફોન તેના ગ્રાહકોને ૨૫૫ રૂપિયામાં ઘણું બધું આપવા જઈ રહી છે. કંપનીની નવી ઓફર અંતર્ગત પ્રીપેડ યુઝર્સે ૨૫૫ રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ રિચાર્જ ઓનલાઇન, રિટેલર્સ કે વોડાફોન સ્ટોર પર જઈને કરાવી શકાય છે. આ એક મંથલી ઓફર છે અને તે અંતર્ગત મળનારી સુવિધા પર ૨૮ દિવસની વેલિડિટી મળશે.
આ ઓફરમાં કંપની ૪ જીબી 3G/4G ડેટા એક મહિના માટે આપશે. તેમાં ૩ જીબી ડેટા નેટવર્ક કનેકિટવિટી દ્વારા મળશે, જેમાં ૧ જીબી માત્ર 4G નેટવર્ક પર જ મળી શકશે. જયારે બાકી ૨ જીબી ડેટા 3G સ્પીડમાં મળશે. આ સિવાય વોડાફોન ૧ જીબી ડેટા વાઇફાઈ હોટસ્પોટ દ્વારા ગ્રાહકોને આપશે.
એટલે કે વોડાફોન યુઝર્સ મનપસંદ હોટસ્પોટ પર જઈને ૧ જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. એવું નથી કે આ ઓફરમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા યુઝર્સને જ ફાયદો થશે, પરંતુ તે કોલિંગ મામલે પણ ઘણી સારી છે.
નવી દિલ્હીઃ પહેલા રિલાયન્સ જિયો, ત્યાર બાદ એરટેલ અને હવે વોડાફોન તમારા માટે શાનદાર ઓફર લઈને આવ્યું છે. વોડાફોને પોતાના રેડ પ્લાનમાં ફેરફાર કરીને ગ્રાહકોને અનલિમિટેડ કોલની સુવિધા આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -